________________ મે તે અને મનમાં શિશના સાંભળીને 358 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ઈશ્વરદત્ત ચારણ તે પુત્રોને કહે છે કે, “પુત્રો ! માટે આ પ્રમાણે મુનિમહારાજની દેશના સાંભળીને હું મનમાં ચમત્કાર પામ્યો અને મનમાં ચિંતવવા લાગ્યું; " અરે ! અજ્ઞાનવર્ડ મેં તે અતિ દુષ્કર એ નરભવ તથા ધનસામગ્રી મા છતાં બંનેને ગુમાવી દીધાં છે, આલેક અને પરલોકનું કાંઈ પણ સાધન કર્યું નથી. દુગતિમાં જવાના કારણભૂત પાપકર્મની જ મેં તો પુષ્ટિ કરી છે. પણતાના દેષથી મેં કાંઈ પણ આપ્યું નથી, ખાધું નથી, ભેગવ્યું નથી, માત્ર દીન પુરુષના જેમ દુઃખે ભરાય તેવા જઠરની પૂતિ જ કરી છે, વળી મે ભોગવ્યું નથી, એટલું જ નહીં પણ પુત્રાદિકને ભેગવવા દીધું નથી. કીતિ માટે યાચકોને પણ ધન આપ્યું નથી, દીન, દુઃખી, નિરાધારનો ઉદ્ધાર પણ કઈ દિવસ કર્યો નથી, તેથી હવે અવશ્ય હું મારો જન્મ સફળ થાય તેમ કરીશ.' આ પ્રમાણે નિશ્ચય કરીને હું અહીં આવેલું છું. “અરે પુત્રો ! મુનિનાં વચનોને સાંભળવાથી ધનાદિના ધ્યાનમાં હું નિર્મમત્વ ભાવવાળો થયો છું. આ તેઓને ઉપકાર છે. કૃપણુતાના દોષથી અત્યાર સુધી જે કાળ ગયા તે બધા તો દુર્ગતિનું પિષણ થાય તેવી રીતે મેં ગુમાવ્યા છે. તમે સર્વને પણ દાન અને ભેગાદિકમાં હું અંતરાય કરનારે થયો છું. તમે તે સુપુત્ર હોવાથી મારો આશયને અનુકૂળ રહી અત્યાર સુધી કાળ વ્યતીત કર્યો છે. હે પુત્રો ! અનાદિ સર્વ પાપના અધિકારણે હોવાથી તે સર્વને બહુ દુઃખદાયીપણે મેં સાધુમહારાજના ઉપદેશથી જાણ્યા છે, તેથી એમાં હું નિજ નથી તેવી રીતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust