________________ 0 0 0 0 0 0 કપણ ધનકર્માની વિટંબના : 357 છે. કારણ કે, ડાહ્યો બુદ્ધિમાન પુરુષ કાશયષ્ટિના વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાંખીને તેને પરિકર્મિત કરીને જુદા જુદા ક્ષેત્રોમાં ફરીને વાવે છે, પછી તે જ કાયષ્ટિનું ઝાડ શેરઃ ડીના ઝાડ જેવું થઈ જાય છે, તેવી જ રીતે કાશયષ્ટિરૂપ લક્ષમીને પણ જે માણસે જિનભવન, જિનબિંબ ઈત્યાદિ , સાતે શુભ ક્ષેત્રમાં વાપરે છે, તેને શેરડીના વૃક્ષની જેમ પરંપરાએ તે લમી મોક્ષનું સુખ આપનાર થાય છે, નહિ તે તે સર્વ રીતે અનર્થકારી જ થાય છે. આ ત્યારબાદ ઉપકારી ગુરુમહારાજે વિશેષમાં ફરમાવ્યું કે, ‘દાન” ભેગ અને નાશ તે પ્રમાણે ધનની ત્રણ ગતિ છે. જે દાન દેતે નથી; તેમજ જે લક્ષમીને ભગવતે પણ નથી, તેની લક્ષ્મીનું પરિણામ છેવટે નાશરૂપ આવે છે. ત્રીજી ગતિ (નાશ ) થાય છે. આમ હોવાથી ઉત્તમ પુરુષને લક્ષમી મળતાં તેનું શ્રેષ્ઠ ફળ દાન છે. ભેગ તેનું મધ્યમ ફળ છે. જે પુરુષ આ બે ફળમાંથી એક પણ ઉત્તમ કે. મધ્યમ ફળ મેળવતો નથી, તેને તેની લક્ષ્મીનું ત્રીજું કનિષ્ટ ફળ (નાશ ) મળે છે. પૂર્વ પુણ્યને ક્ષય થાય એટલે લક્ષમી તો દુર્ગતિમાં ભ્રમણ કરવાનું નિમિત્ત બનીને ચાલતી થઈ જાય છે. માટે જ જ્ઞાની પુરુષોએ કહ્યું છે, પૃથ્વીનું આભૂષણ પુરુષ છે. પુરુષનું આભૂષણ ઉત્તમ પુણ્ય વાલી લક્ષ્મી છે, લક્ષ્મીનું આભૂષણ દાન છે, અને દાનનું આભૂષણ સુપાત્ર છે. ધનકર્મા શ્રેષ્ઠીના રૂપમાં પરાવર્તન કરી આવેલ તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust