________________ 0 0 0 0 0 0 કૃપણ ધનકર્માની વિટંબના 355 જતાં આયુષ્યનો તે વિચાર કરતો નથી. તૃણા ડાકિણીથી શસ્ત સવે લેકે તેને મેળવવા નકામાં દોડાદોડી–ધમાધમી કરે છે.” કદાપિ પૂર્વે કરેલા પાપાનુબંધી પુણ્યના ઉદયથી લક્ષમી મળે છે, તો પણ તે અધિક મેળવવા-તેને વધારવાની ચિંતા રહ્યા કરે છે. તે ધનનાં સંરક્ષણની ચિંતા થાય છે, પણ તે લહમોનું સંરક્ષણ કરવામાં સમર્થ એવા ધર્મમાં તેઓ ઉદ્યમ કરતા નથી. " " પ્રાપ્ત થયેલી લક્ષ્મી તે કેવળ અસાર છે, કમબંધના હેતુભૂત જ છે. પરમાર્થ નહિ જાણનારા સંસારી જીવોને તે લક્ષમી વિષમિશ્રિત અન્નના જેવી અનર્થદાયી છે. જેમ તેવા અન્નનો કોળીયો પેટમાં આવે તે માણસને પ્રાણનો સંદેહ કરાવનાર થઈ પડે છે; તેવી રીતે પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી પણ આલેક અને પરલોકમાં અનેક દુઃખો પ્રાપ્ત કરાવે છે, આલોકમાં જેની પાસે લક્ષ્મી હોય તેની પાછળ ભય તો ભમ્યા જ કરે છે, અને તેને અનેક વિદનેને સંભવ રહે છે.” સગા સંબંધીઓ લક્ષ્મીની ઇચછા કરે છે, ચાર લોકો તેને ચેરી જાય છે, છળ કરીને રાજાઓ તેને ઉપાડી જાય છે, અગ્નિ એક ક્ષણમાં તેને બાળીને ભસ્મ કરી નાંખે છે, પાણી તેને પલાળી નાંખે છે, અને ભયમાં નાંખી હોય તે યક્ષે બૃત આદિ તેનો નાશ કરે છે. ભવાભિનંદી પ્રાણી એને તો આલોકમાં પણ આ લક્ષ્મી કલેશનું જ કારણ થાય છે. લક્ષ્મી હજારની લાખની કે કરોડની સંખ્યામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust