________________ 0 0 0 0 0 0 કપણ ધનકર્માની વિટંબના : 353 આમ ધનકર્મા શ્રેષ્ઠીનાં ધન દ્વારા દાન કરાવવાની વાંચ્છા રાખતો તે ઇશ્વરદત્ત ચંડિકા દેવીનાં મંદિરે ગયા. ત્યાં શક્તિદેવીને નમસ્કાર કરીને તમારા પ્રસાદથી મારા કાર્યની સિદ્ધિ થાઓ તેવી રીતે બેલીને સાવધાન મનવાળા થઈ તે ચારણ, વિદ્યાનું આરાધન કરવા. ધનકર્માનું દ્રવ્ય મેળવું અથવા તો દેહ પાડું” એવો મનમાં નિશ્ચય કરીને વિનયપૂર્વક તે દેવી સન્મુખ બેઠો અને વિધિપૂર્વક એકવીશ ઉપવાસ તેણે કર્યો. તે - તે ચારણે મૌનવ્રત તથા ત૫, મંત્ર, જાપ, હોમાદિ અનેક પ્રકારે મંત્રની અને દેવીની આરાધના કરતાં છેવટે તે ચંડિકા તેના ઉપર પ્રસન્ન થઈ અને પ્રત્યક્ષ થઈને તે ચારણને કહેવા લાગી; “હે ભદ્ર! તારી ભક્તિવડે હું પ્રસન્ન થઈ છું, જે તારી ઈચ્છા હોય તે વર માગ.” દેવીની વાણું સાંભળીને તે ચારણ દેવીને નમસ્કાર કરીને માંગવા લાગ્યો; હે માતા ! જો તમે મારા ઉપર સંતુષ્ટ થયાં છે, તે મને રૂપપરાવતિની વિદ્યા અને ભૂતકાળનું સમરણ થાય તેવું જ્ઞાન આપે.” ત્યારે દેવી પણ તેના આશય પ્રમાણે ઈચ્છિત વર તેને આપીને અંતર્ધાન થઈ ગઈ. પ્રસન્ન થયેલા દેવતાઓ શું શું આપતા નથી? ત્યાર પછી તે ચારણ અતિશય આનંદ પામતે હર્ષિત ચિત્તવાળો થઈને ત્યાંથી ઊઠી પિતાનાં ઘેર ગયો અને પારણું કરીને તે યોગ્ય સમયની રાહ જોવા લાગ્યો. . . એક વખતે ધનકર્મા શેઠ પિતાનાં કામકાજને માટે ક. 23 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust