________________ ૩૫ર : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 તે જ વચન વડે હંમેશાં ઉત્તર આપતો. ત્યારે તે ચારણે એક વખતે પૂછયું, “કાલ ક્યારે થશે?” ધનકર્મોએ જવાબ આવે; “હમણાં તે આજ વતે છે. કાલની કોને ખબર છે? કાલ થશે ત્યારે આપીશ.” આમ કહીને તેણે તેને વિસર્જન કર્યો. ( આ પ્રમાણે હંમેશાં કરતાં ઘણાં દિવસે વ્યતીત થયા પણ ધનકર્માએ તે ભાટને કાંઈ પણ આપ્યું નહિ. છેવટે તે ઈશ્વરદત્ત ચારણ આંટા ખાઈ ખાઈને થાક્યો, અને આશાભગ્ન થવાથી વિચારવા લાગ્યો; “આ કૃપણ અને અતિ લોભી કેાઇ ઉપાયવડે ખચ કરતો નથી, પણ હવે કેાઈ પણ જાતના પ્રપંચવડે મારે તેની પાસે ખર્ચ કરાવે છે. પાણી કાઢવાને કેસ ચલાવ્યા વગર શું પાછું કૂવામાંથી બહાર કાઢી શકાય છે?” “નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, શઠની સાથે શઠતા કરવી. વક્ર બુદ્ધિવાળે હોય પરાણે પુણ્ય કરે છે, અને સદાચાર સેવે છે. ધનુષ્યને જે ખેંચીને ધારણ કરીએ તે જ સીધું થાય છે. નહિ તે સીધું થતું નથી. કૃપણ પુરુષમાં અગ્રેસર એ આ શ્રેષ્ઠી દેવતાની સહાય વિના સકંજામાં લઈ શકાશે નહિ. તેથી * વાંકે લાકડે વાંકે વેર” એવી જે લોકમાં કહેવત છે તે હવે સાચી કરવી. મારી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે કોઈ પણ ઉપાયવડે. આ કૃપણની લક્ષ્મીને પ્રાપ્ત કરીને તેને દાન અને ભેગમાં વ્યય કરાવી મારે કૃતકૃત્ય થવું છે, માટે હવે તે હું પ્રતારિણી વિદ્યાને સાધીને મારું ઇરિછત કાર્ય કરીશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust