________________ 0 0 0 0 * 0 0 કૃપણ ધનકર્માની વિટંબના 351 મૂળથી જ નહિ આપે તેમ કહ્યું નથી તે બરાબર છે, કાલે આવીને દાન લઈને હું જઈશ. એકાંત હઠ કરવી તે યાચક જનને યોગ્ય નથી” આ વિચાર કરીને તે ગયે. * ફરીથી બીજે દિવસે તેના ઘેર જઈને તે જ પ્રમાણે તેણે ધનકર્મા પાસે યાચના કરી. ત્યારે ધનકમાં શેઠે કહ્યું 2 માગધ ! અરે ચારણ! કેમ ઉતાવળે થાય છે? ધીરે થા ! શાંત થા! મેં કહ્યું છે તેમ તને કાલે જરૂર આપીશ.” તે શ્રેષ્ઠીનાં આવાં વચનોને સાંભળીને નહિ દેવાની ઈચ્છાવાળા તે શ્રેષ્ઠીને હાઈ તથા દંભાદિક સારી રીતે તે ચારણે જાણે લીધે. પછી તેણે વિચાર કર્યો કે; “આની સાથે મારે કલહ કરે તે વ્યાજબી નથી કારણ કે તેમ કરું તે આ શ્રેષ્ઠીને પ્રસન્ન કરીને હું ભાજન લાવીશ ? એવી જે મેં પ્રતિજ્ઞા કરી છે અને અત્રે આવ્યા છે તેમાં હાનિ થાય.” આ કહે છે કે, “કાલે આપીશ.” પણ મૂળથી “નહિ દિઉં” તેમ તે કહેતા નથી, તેથી આની પાછળ પડીને હંમેશાં તેની પાસે માંગીને હું એને થકવી દઉં. કેટલા વખત સુધી તે મને આવે ને આ પ્રત્યુત્તર આપ્યા કરશે? અંતે થાકીને તે આપશે; છેવટે લોકલજજાથી પણ મારું કાર્ય સિદ્ધ થશે, તેના અને મારાં ભાગ્યનો વિલાસ હવે જોઈએ છીએ, તેમાં કોણ હારે છે ? તે પણ જવાનું છે.” આમ વિચારીને હંમેશાં તે શ્રેષ્ઠીનાં ઘેર આવી આશીવદ આપવા લાગ્યો અને ભોજનની યાચના કરવા લાગે; તે શ્રેષ્ઠી પણ પહેલા દિવસે જે વચનવડે ઉત્તર આપ્યું હતું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust