________________ 0 0 0 0 0 0 કૃપણ ધનકર્માની વિટંબના 349 આ રીતે પરસ્પર વાતચિત કરતા હતા, તેવામાં એક ભાટ બેલી ઉઠયો; “તમે જે સઘળું કહે તે સત્ય જ છે, પણ હું તે તમારું કૌશલ્ય ત્યારે જ જાણું કે જ્યારે લક્ષમીપુરના રહેવાસી ધનકર્મા નામના વ્યાપારી પાસેથી એક દિવસના આપણે જ્ઞાતિ સંમેલનના ભેજનને ખર્ચ ચાલે તેટલું દ્રવ્ય લાવે તે બધું સાચું, નહિ તે તમારી આ બધી વાતચીત માત્ર ગાલ ફુલાવવા જેવી જ મને લાગે છે. તે સમયે લક્ષ્મીપુરથી ત્યાં આવેલ ઈશ્વરદત્ત ચારણ ગર્વથી બોલી ઉઠયો“ઓહ! એમાં તે શું દુષ્કર છે? મેં તા ઘણા વજી જેવા કઠેર હદયવાળાને પણ પીગાળ્યાં છે, તે આ કોણ માત્ર છે? તેની પાસેથી જ જ્યારે ભજન અને વસ્ત્રાદિક લાવીને આપણું જ્ઞાતિ સંમેલનમાં ખર્ચ ત્યારે જ આ ભાટ - ચારણ મંડળમાંથી દાનને વિભાગ હું ગ્રહણ કરીશ, ત્યાં સુધી ગ્રહણ નહિ કરું.’ - આ પ્રતિજ્ઞા કરીને તે ઈશ્વરદત્ત ભાટ, ધનકર્માના ઘેર ગયા. ત્યાં ધનકર્મા પાસે અમૃત જેવી મીઠી વાણીવડે તેણે માગણી કરી; “હે વિચક્ષણેમાં શિરોમણિ ! તું દાન દેવામાં કેમ વિલંબ કરે છે? આયુષ્યને કાંઈ ભરોસો નથી, આંખના પલકારા જ વારંવાર બંધ ઉઘાડ થઈને મરણ સૂચવે છે, સંસારની અસ્થિરતા બતાવે છે, તેથી દાનધર્મમાં વિલંબ કરો તે અયુક્ત છે.” કહ્યું છે કે, “જ્યારે વિધિ અનુકૂળ હોય ત્યારે પણ દેવું, કારણ કે પૂરનાર તે પુણ્યાઈ છે; વિધિ વાંકે હોય ત્યારે પણ દાન દેવું, કારણ કે નહિ તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust