________________ * * * 0 0 0 કલા અને બુદ્ધિનો વિલાસ : 347 જવાની રજા આપી; તેઓ પણ આનંદિત ચિત્તવાળા થઈ રાજાને નમસ્કાર કરીને પોતાનાં ઘેર ગયા. ઘેર ગયા પછી ધન્ય કુમારની પ્રતિભા, ભાગ્ય, કળા વગેરે ગુણોથી તે પત્રમલ્લ શ્રેષ્ઠીના ત્રણે પુત્રનું અંતઃકરણ તેમના પ્રત્યે અકર્ષાયું, અને પરસ્પર વિચાર કરીને રૂ૫ લાવણ્યયુક્ત પોતાની બહેન લક્ષ્મીવતીને તેઓએ ધન્યકુમારને આપી. સુંદર મહોત્સવવડે તેની સાથે ધન્યકુમારનો વિવાહ થયો અને પાણિગ્રહણ વેળાએ ચારે ભાઈઓએ એક એક કરોડ સોનામહોર આપી. 0 મનના મરણથી ઈન્દ્રિયો મરે છે; ઇન્દ્રિયો મરી જવાથી કર્મ મરે છે; નાશ પામે છે. અને કર્મના મરણુથી મોક્ષ થાય છે. માટે જ :જિનેશ્વરદેવો મનને મારવાનું (કબજે રાખવાનું) કહે છે. 0 ભણનારને મૂર્ણપણું રહેતું નથી. જપ કરનારને પાપ રહેતું નથી. મિન રહેનારને કચ્છઓ થતો નથી. જાગતા રહેનારને ભય હેતો નથી. 0 ઠેષથી અન્યના દોષને બોલવા - તેને જ નિંદા કહેવાય છે. મેક્ષમાર્ગને અનુસરનારાએ કાઈની પણ, તેવી નિંદા કરવી છે નહીં, જેથી બોલવાના પરિણામે મન મલિન બને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust