________________ 346 = કયારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0. તેને સવે પિત–પિતાના મનમાં વિચાર કરીને ઉત્તર આપો. આમ કહીને ચારેયના ભાગેનો મર્મ સમજાવી ધન્યકુમાર ઉત્તર સાંભળવા માટે માન રહ્યા. એટલે મોટા ભાઈએ તેનાં મનમાં વિચાર કરીને કહ્યું, “મને વ્યાજ વગેરેથી દ્રવ્ય વૃદ્ધિ થતાં આઠ કરોડ સેનામહોર મળશે. બીજે બંધુ પણ ; “મને પણ જમીન, ક્ષેત્ર તથા કોઠાર વગેરેથી મોટા ભાઈના જેટલી જ ધન સંખ્યા મળશે - તેનું અને મારું પ્રમાણ સરખું થશે.” ત્રીજો ભાઈ બેલ્યો; “મને છ હજાર ઘેડા, સો હાથી. સે ગાયોના ગોકુળ (એક ગોકુળમાં દશ હજાર ગાયે હોય છે.) એંશી હજાર ઊંટ અને પાડાબળદ વગેરેની મોટી સંખ્યા મળશે, તેનું મૂલ્ય ગણતાં મને પણ આઠ કરોડ સોનામહેર મળશે.” આ તેઓનાં વચનને સાંભળીને રાજા અને બધા સભાજને પણ ચિત્તમાં વિસ્મય પામ્યા અને માથું ધૂણાવતાં ધન્યકુમારની બુદ્ધિકૌશલ્યતાનાં વખાણ કરવા લાગ્યા. પછી તે ચારેને રાજાએ પૂછયું; “તમારે કલહ નાશ પામ્યો ને? તેમ જ તમારે સંદેહ દૂર થયો?” તેઓ પણ હાથ જોડીને બોલ્યા; “સ્વામિન્ ! તમે કરોડો યુગો સુધી જીવે. આપના આદેશથી પુરૂષોત્તમ એવા ધન્યકુમારે બુદ્ધિના વિલાસથી અમારો વિવાદ ભાંગી નાખ્યો, અમારી પરસ્પરની પ્રીતિની વેલડી વૃદ્ધિ પમાડી અને કલહ દૂર કર્યો.” ત્યારબાદ જિતારિ રાજાએ તે વ્યાપારીના પુત્રને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust