________________ * * 0 0 0 કલા અને બુદ્ધિનો વિલાસ : 345 તેને તે સેપેલ છે. આ મોટા ભાઈને વિભાગ થો. ધૂળ-માટી - રેતી વગેરે જેના કળશમાંથી નીકળ્યું તે કામદેવ વ્યાપારમાં કુશળ હોવાથી માટીના સંકેત દ્વારા ધાન્યના કોઠાર તથા ખેતર આદિ વગેરે જમીન આપેલ છે. તે વ્યાપારમાં નાખેલ દ્રવ્ય તમારા મોટાભાઈ રામદેવને આપેલ દ્રવ્યના સરખું જ હવું જોઈએ. આ પ્રમાણે બીજાને ભાગ સમજો. જેને હાથી, ઘોડા, ગાય, બળદ વગેરેના હાડકાં નીકળ્યાં તેને હાથી, ઘોડા, ગાય, બળદ વગેરે ચતુષ્પદ અને ઢોરનાં ગોકુળ આપેલાં છે. જેથી ત્રીજાભાઈ ધર્મદેવને તે વ્યાપારમાં વિશેષ કુશલતા હશે. તેનું લક્ષ્ય તેમાં સારું હશે અને તે પશુઓ પણ તેટલી કિંમતના હશે, તે પ્રમાણે ત્રીજાને ભાગ સમજવો. જેને રત્ન, સેનું વગેરે રોકડ નાણું નીકળ્યું તે હજુ સુધી વ્યાપારકળામાં કુશળ નહિ હોય તેમ જણાય છે. આ હેતુથી પત્રમલ શ્રેષ્ઠીએ તમારા તે નાના ભાઈ શામદેવને રોકડું ધન આપેલ છે. આ ચોથા ભાગ અને તેને મર્મ સમજ.” આ આશય વડે તમારા પિતાએ તે તે વસ્તુઓ આપવાને સંકેત સૂચવે છે. હવે તમે બધા તમારા મનમાં વિચાર કરો. આ પ્રમાણેના સાંકેતિક ભાગવડે તે તે વ્યાપારમાં નાખેલું દ્રવ્ય સર્વને ભાગે એક સરખું આઠ આઠ કરોડ આવશે, તેથી તે પ્રમાણે તમારા પિતાએ સરખા ભાગે વહેચેલ છે. જુઓ ! તમારા પિતાના આશયને બતાવનાર મારાં વચન પ્રમાણે તે તે વસ્તુની કિંમત થાય છે કે નહિ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust