________________ છે. 0 0 0 0 0 કલા અને બુદ્ધિને વિલાસ H 343 હશે તો પણ કોને ખબર છે? તેમાં મારે શું દેષ? દેષ તમારા કર્મો જ છે.” આમ લજા રહિત બોલતા તે નાના ભાઈ એ કોઈને ભાગ આપ્યો નહિ. ધનના કારણે આથી તે ભાઈઓને પરસ્પરને નેહ ઢીલો પડી ગયે, અને હમેશાં તેમનાં ઘરમાં કલહ થવા માંડયો. ઘણા દિવસ કલેશ ચાલે ત્યારે કલેશથી તેઓનાં મન અત્યંત ખિન્ન થયાં, અને અંતે આનું યોગ્ય નિરાકરણ પ્રાપ્ત કરવા તેઓ પોતાના સમાજમાં અગ્રગણ્ય ગણતા મહાજન પાસે આવ્યા. માધ્યસ્થભાવ ધારણ કરનારા તે મહાજનના ભાઈઓ પણ તેઓના કલેશની વાર્તા સાંભળીને પિતપોતાના બુદ્ધિભવને ઉપયોગ કરવા લાગ્યા, છતાં કોઈ રહસ્ય તેઓ આમાંથી ન પામી શક્યા. અંતે તેઓ થાક્યા અને દિમૂઢ બન્યા, પણ કાંઈ નિર્ણય કરી શક્યા નહિ. તેઓએ છેવટે કહ્યું, “રાજ્યદરબારમાં ઘણું બુદ્ધિશાળી માણસે હોય છે, તેથી રાજ્યદરબારમાં જાઓ, ત્યાં રાજાના પ્રતાપથી તથા તેના પુણ્યઉદયના બળથી તમારા પરસ્પરના કલહનું શાંતિથી નિરાકરણ થશે, અને બધી વાત સમજાશે.” વ્યાપારીઓનો ઉત્તર સાંભળીને જેવી રીતે વાદવિવાદ કરનારાઓ અંદર અંદર વાદવિવાદ કરી છેવટે નિર્ણય ન થાય ત્યારે સર્વજ્ઞ સમીપે જાય છે, તેવી રીતે તે બધા રાજ્યસભામાં રાજા પાસે ન્યાય મેળવવા માટે ગયા. રાજ્યસભામાં જઈને પોતપોતાનાં દુઃખની વાત કરતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust