________________ 19 : કૃપણ ધનકર્માની વિટંબના લક્ષમીપુર નગરમાં તે અવસરે હંમેશાં ખેતી વગેરે કાર્યોમાં મશગુલ મનવાળે ધનકર્મા નામે એક વણિક વ્યાપારી રહેતો હતો. તેણે પાપાનુબંધી પુણ્યના ઉદયથી અપરિમિત ધન પ્રાપ્ત કર્યું હતું, પણ તે અતિશય પણ હતા. તેના પાસે અતિશય લક્ષમી હતી, છતાં નહોતો તે ધનને દાનમાં આપતો, કે નહતો તે તેને ઉપભેગમાં લેતા. - એક વખતે કોઈ ચારણ પોતાની ચારણુજ્ઞાતિના જ્ઞાતિમેળામાં ગયે હતો, ત્યાં તેઓ બધા પિત–પોતાની કૌશલ્યતાને વર્ણવવા લાગ્યા. કોઈએ કહ્યું, મેં અમુક દેશના રાજાને પ્રસન્ન કરીને ઘણું ધન મેળવ્યું છે. બીજાએ કહ્યું; " અમુક દેશના રાજા તે મહા કૃપણ છે, તેને પણ રાજી કરીને મેં ધન ગ્રહણ ત્રીજાએ કહ્યું, “અમુક રાજાનો અમુક મંત્રી સર્વ શાસ્ત્રને પારગામી છે. સવેર વાદીઓને પાછા હઠાવી દેનાર છે. બુદ્ધિવડે અનેકને જીતીને તેઓને બંદીવાન કરીને પછી તેણે છોડી મૂકયા છે. પણ કેાઈને એક રાતી પાઈ પણ તે આપતો નથી, તેવા મંત્રીને પણ ગુરુની કૃપાથી મેં ખુશ કર્યો છે, ને તેની મોટી કૃપા મેં મેળવી છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust