________________ 342 H કયારત્ન મંજૂષા : ભાગ- 0 0 * * * અને લેખિની - કલમ મૂકેલાં હતાં. શુભ અંતઃકરણવાળા બીજા પુત્રના કળશમાં જમીન ઉપર ઉપજેલી માટી, તા. વગેરે મૂકેલાં હતાં. ત્રીજા પુત્રના નામાંકિત કળશમાં હાથી, ખચ્ચર, ઘેડા, ગાય, બળદ વગેરેનાં હાડકાને જથ્થા મૂકેલું હતું, અને ચેથા નાના પુત્રના કળશની અંદર તેજોમય, ઝળહળાટ કરતી આઠ કરોડ સેનામહોર મૂકેલી દેખાતી હતી. તેને સેનામહોરથી ભરેલે કળશ દેખીને બીજા ત્રણે ભાઈઓ કૃષ્ણપક્ષની ચૌદશની રાત્રીની જેમ બહે શ્યામ મુખવાળા થઈ ગયા. ચા પુત્ર શ્યામદેવ તે સોનામહોરથી ભરેલ પિતાને કળશ દેખીને બહુ સંતોષ પામ્યો. ખરેખર રોકડું દ્રવ્ય મળવાથી કેણુ રાજી થતું નથી? આ ચેાથો ભાઈ નાના હતે છતાં પણ તે લક્ષ્મીવડે મેટાઈ પામ્યો. નાને મણિ પણ કાંતિવાળે હોય તે શું કિંમત નથી પામતે ? ત્રણે ભાઈઓ લાભથી તેમના મનમાં ક્ષેભ થવાથી તેઓ દુર્ભાવ પામ્યા, એટલે પિતાને ન શોભે તેવાં હલકાં વચનો તેઓ પોતાના નાના ભાઈને કહેવા લાગ્યા, અને તે સોનામહારમાં પિતાને ભાગ માગવા લાગ્યા. તે સાંભળીને શ્યામદેવ કહેવા લાગ્યું, “મારા નામનું પિતાએ આપેલ દ્રવ્ય હું તમને આપીશ નહિ, મારાં ભાગ્યથી મને જે મળ્યું તે હું જ ગ્રહણ કરીશ. પાપના ઉદયથી તમારા કળશમાં ધન ન નીકળ્યું તેમાં હું શું કરું? કદાચ તમારા ત્રણમાંથી કેઈએ લોભથી તે બધાયમાંથી દ્રવ્ય લઈ લીધું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust