________________ * 0 0 0 0 0 કલા અને બુદ્ધિને વિલાસ : 341 તમારા ચાર માટે રાખ્યું છે, સહેજ જૂનાધિક નથી, મને તે તમે ચારે ઉપર એક શરીરના વિભાગની જેમ સરખી પ્રીતિ છે, કેઈની ઉપર ઓછી વધતી નથી, પંક્તિભેદ નથી. તેથી મેં બુદ્ધિપૂર્વક સહુ - સહુની પરિસ્થિતિ સમજી સરખા ભાગ રાખ્યા છે.” - ચતુર પત્રમલ શ્રેષ્ઠીએ પિતાના પુત્રોને આ રીતે વિચારપૂર્વક શિખામણ આપી, બાદ ધર્મામા તે શ્રેષ્ઠી સમસ્ત જીવનિને ત્રિવિધે ત્રિવિધ ખમાવી, અરિહંતાદિક ચારનું શરણ કરી, ભવચરિમ પચ્ચકખાણ લઈને આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગવાસ પામ્યા. પોતાના પિતાની ઉત્તરક્રિયાને કરીને તેમના મૃત્યુ પાછળ ઉચિત કર્યા બાદ તેઓની હિતશિક્ષાને હદયમાં ધારણ કરીને તે ચા૨ ભાઈઓ નેહસંબંધ સાચવતાં કેટલાક સમય સુધી એકઠા રહ્યા. તે પ્રમાણે રહેતાં કેટલોક કાળ ગશે, ત્યાર પછી પુત્રપૌત્રાદિક સંતાનને પરિવાર વૃદ્ધિ પામ્યો, ત્યારે અંદર અંદર કલહ-કુસંપ વધતા જતા દેખીને ચારે ભાઈઓ જુદા થયા. જુદા જુદા ઘરમાં રહેવા લાગ્યા. ત્યાર પછી આનંદિત ચિત્તવાળા તેઓ એકઠા થઈને પિતાએ દેખાડેલા ખૂણાઓમાંથી પોતપોતાના નામાંકિત કળશાઓ બહાર કાઢવા લાગ્યા. બાળકને પણ ધન પ્રાપ્ત કરવામાં આળસ હોતી નથી. " - તે ચાર કળશાઓમાં જે કળશ મોટા પુત્રના નામ ઉપર હતો તે કુંભમાં શાહી, શાહીને કુપ તથા ચોપડા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust