________________ 0 0 0 0 0 0 કલા અને બુદ્ધિને વિલાસ : 339 પ્રવર્તે છે. આ રીતે ઘણા અનર્થકારી દોષો અર્થમાં રહેલા છે, તે પણ જીવને જેવી રીતે અજીર્ણને દોષ થયો હોય છતાં પણ આહાર લેવાની તીવ્ર ઈચ્છા થાય છે, તેવી જ રીતે જી ધનને અત્યંત વાં છે છે; વળી જેવી રીતે આ જગતમાં આગથી ઘર બળી જાય છે, તો પણ માણસે આગ - અગ્નિની ઈચ્છા રાખે જ છે, તેવી જ રીતે શરીર ઉપર સંકટ આવે, શરીરને કલેશ થાય, તો પણ મનુષ્ય સંસારી જી લક્ષ્મીને ઈચ્છે છે-વાં છે છે.” “તેથી પુત્રો! દોષના સમૂહવાળી - દોષની ખાણરૂપ લક્ષ્મી ગૃહસ્થોથી ત્યજી શકાતી નથી, ઊલટું લક્ષ્મીની મમતાથી સંસારમાં અનર્થો થાય છે, માટે તમારે લક્ષ્મીની ચંચલતા સમજીને પરસ્પર એના કારણે કલહ કરવો નહિં, નેહને ત્યજ નહિ, ગમે તે સ્વાર્થ હોય તોયે ડાહ્યા માણસોએ સુખની ઇચ્છાથી કુટુંબના કલેશને ત્યજી જોઈએ. માટે તમારે હમેશાં એક બીજા ઉપર નેહભાવ રાખીને એકઠા જ રહેવું–જુદા થવું નહિ. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “સંપ ત્યાં જંપ છે.” તંતુઓ પણ એકઠા થાય તે દોરડું બનીને ગજેન્દ્રને પણ બાંધી શકે છે. જે પાણુ પર્વતને પણ ભેદે છે, અને જમીનને પણ ફાડી નાંખે છે, તે જ પાણીના સમૂહને ઘાસ મોટા પ્રમાણમાં એકઠું થયું હોય તે રોકી રાખે છે.” “પુરૂષને જ્યાં ત્યાં સર્વત્ર સંગદ્વિત થઈને રહેવામાં જ લાભ છે. તેમાં પણ પિતાના કુટુંબીજનો સાથે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust