________________ 0 0 0 0 0 0 કલા અને બુદ્ધિને વિલાસ H 337 , આળસુ અને ધી મેં કાર્ય કરનાર હોય તે “અહો ! કે ધીર છે ! ઉતાવળથી કોઈ કાર્ય કરવું જ નહિ, એ નીતિવાક્યમાં આ કુશળ છે એમ કહેવાય છે. જો પિસાદાર બહુ ખાનાર હોય તો લોકો કહે છે કે, ' અહો ! મહાપુણ્યશાળી છે, પુણ્યના ઉદયવાળે છે, તેથી તેને બંને શક્તિ પ્રાપ્ત થઈ છે, તે કેમ ન ખાય? કહ્યું છે કે, “ભોજન, ભોજનની શક્તિ, ઉત્તમ સ્ત્રીઓ ને રતિની શકિત, વૈભવ ને દાનશક્તિની પ્રાપ્તિ તે અતિ ઉગ્ર તપશ્ચર્યાનું ફળ છે.” આમ કહીને તેની સ્તુતિ કરે છે. જે વળી ઓછું ખાનાર હોય તે આને ઘેર બધું ભરેલું છે. તેથી તે તૃપ્ત થઈ ગયેલ જ છે તેમ કહે છે. “જે ધનવંત વસ્ત્ર આભરણ વગેરેના બહું આડંબર યુકત બહાર જાય તો " આ ધનવંતે પૂર્વભવમાં પ્રબળ પુણ્ય કર્યું છે, જેથી મળ્યું છે પણ ઘણું, અને મળ્યું તેને વિલાસ પણ ભોગવે છે. પામ્યાને સાર તો ભેગવાય ત્યારે જ છે” તેમ કહે છે. વળી જે વસ્ત્રઆભરણાદિક ન પહેરે - બહ ઠાઠમાઠ ન કરે તે “અહો! આ પુરૂષનું ગંભીરપણું, ધાર્મિકપણું, સાદાઈ, સંતોષ કે છે?” તેમ કહી પ્રશંસા કરે છે. - “જે શ્રીમંત બહુ ખર્ચે તે તે “ઉદારચિત્તવાળે, પરોપ કારી” કહેવાય છે. જે ઓછો ખર્ચ કરે તો “આ તે ચોગ્યાચોગ્ય જાણકાર છે, વિચારીને કાર્ય કરનાર છે, જે ઉચિત લાગે તે જ કરે છે બહુ દ્રવ્ય હાય તેથી શું તેને રસ્તામાં ફેંકી દે?” એમ લોકો બોલે છે. બધાં નિમિત્તે ફ. 22 P.P. Ac. Gunratnasari M.S. Jun Gun Aaradhak Trust