________________ 0 0 0 0 0 0 કલા અને બુદ્ધિને વિલાસ : 335 વ્યાકુળ થઈ જાય છે, તેવી રીતે લક્ષ્મી પણ જે તેને પોતાને ખોટા માર્ગે વ્યય કરાતો દેખે તો તે વ્યાકુળ થઈ જાય છે. જેવી રીતે કાદવથી મલીન થયેલી પૃથ્વી કમળની નિષ્પત્તિના હેતુભૂત થાય છે, તેવી જ રીતે પાપથી ઉપાજિત થયેલી પણ લક્ષમી પુણ્યબંધના હેતુરૂપ થાય છે, જે તેને વિવેકપૂર્વેક સુપાત્રમાં સદુપયોગ થાય તે માટે જ વિવેકશીલ ગુણ્યવાન પિતાને પ્રાપ્ત થયેલ લક્ષ્મીવડે દેવમંદિર, જિન પ્રતિમા, સંઘસેવા, તીર્થયાત્રાદિ ધર્મનાં કાર્યો કરીને ઉત્તમ પુણ્યબંધ કરે છે. આ કારણે ધર્મ પરાયણ સંસારી જીને લક્ષમી આ ભવમાં તથા પરભવમાં બંને સ્થળે ઈષ્ટ હેતુરૂપ હોય છે.” ‘આ સંસાર કેવલ સ્વાર્થને સગે છે. માટે જ પિતા બાળપણમાં પુત્રને લાલન પાલન કરી, પાળી પિષીને મોટા કરે છે, તે પુત્ર જે યુવાવસ્થામાં ધન ઉપાર્જન કરનાર અને ગહન નિર્વાહ કરનાર થતો નથી, તે તે પુત્રને તે પિતા કાષ્ઠ જે જ ગણે છે, તથા “આ અમારા કુટુંબને-ઘરને વગોવનાર છે.” એમ બોલે છે; અને જે તે જ પુત્ર અપરિમિત ધન ઉપાર્જન કરનાર થાય છે, તે અતિ હર્ષના ભારથી ઉભરાઈ જઈને તે માતા-પિતા કહે છે કે “અહે! આ અમારો દીકરે અમારા કુળને દીવે છે, અમારા કુળનો શણગાર છે–શોભા છે. " - માતા-પિતા પણ “ઘણા ઘણા મનોરથો વડે જે પ્રાપ્ત થયો હોય અને ઘણું ઘણું મનેર વડે લાલિત પાલિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust