________________ 0 0 0 0 0 0 કલા અને બુદ્ધિને વિલાસ : 333 અક્ષરોને ઉચ્ચાર કરતાં ઓઠ એક બીજાને અડે છે અને એ સિવાયના કેઈપણ અક્ષરે બોલતાં તે અડતા નથી.” સભામાં સભ્યો સમક્ષ કુમારીએ કહેલી સમસ્યાને અર્થે ધન્યકુમારે સ્પષ્ટ રીતે કહેવાથી અને ધન્યકુમારે કહેલા પદ્યને અર્થ નહીં સમજવાથી સરસ્વતીકુમારીની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. - તેથી મંત્રીશ્વર સુબુદ્ધિએ પોતાની પુત્રી સરસ્વતીની સમુખ જઈને કહ્યું, “બહેન ! તારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે, તેથી આ મહાપુરુષની સાથે તું પાણિગ્રહણ કર.” મંત્રીએ કહ્યું, એટલે સરસ્વતીએ પિતાનું વચન હર્ષપૂર્વક સ્વીકાર્યું - * ત્યાર પછી મંત્રીએ અતિ આદરથી ધન્યકુમારને સત્કાર કરીને મોટા મહત્સવપૂર્વક તેઓનું પાણિગ્રહણ કરાવ્યું. તે નગરમાં બત્રીશ કટિ સુવણને સ્વામી પત્રમલ નામનો એક મોટો વ્યાપારી રહેતો હતો. તેને વિનયાદિક ગુણથી શોભતા ચાર પુત્રો હતા. તેઓનાં નામ રામદેવ, -કામદેવ, ધર્મદેવ અને શ્યામદેવ હતા, તે ચારે પુત્રો ઉપર પત્રમલ શ્રેષ્ઠીને નિર્દોષ, સુશીલ, સંસ્કારી અને ગુણોના એક ધામરૂપ, સાક્ષાત જાણે કે લક્ષમી જ હોય તેવી લક્ષમી. વતી નામની પુત્રી હતી. સમસ્ત પ્રકારનાં સાંસારિક સુખોને ભગવતે તે શ્રેષ્ઠી સુખી હતે. આત્મિક સુખની ઇચ્છાવાળે શ્રેષ્ઠી સુદેવ, સુગુરુ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust