________________ છે છે કે * * સુપાત્રદાનને મહામહિમા : 245 અતિ સ્નિગ્ધ ભજન કરવાના કારણથી અજીર્ણ થયું અને તે કારણે તેને કેલેરાને વ્યાધિ થયો. તે વખતે મહાવેદ. નાને ભેગવતે તે સંગમ વિચારવા લાગ્યું; “મેં મારા જીવનમાં અત્યાર સુધી બીજું કાંઈ પણ સુકૃત કર્યું નથી. માત્ર આજે જ મારા મહાન ભાગ્યોદયવડે મહાતપસ્વી મહર્ષિને દાન આપ્યું છે, તે મારું આપેલું દાન મને સફળ થાઓ. મારે તે તે જ મહાત્મા સાધુ ભગવંત શરણ છે.” આ પ્રમાણે પોતે કરેલ સુકૃત્યને સહર્ષ વારંવાર સંભારતો અને તેની અનુમોદના કરતે સંગમ વિશુચિકાના વ્યાધિવડે તે રાત્રિમાં જ મૃત્યુ પામ્યા, ત્યાંથી મૃત્યુ પામીને શ્રેણિક મહારાજાની રાજધાની રાજગૃહી નગરીમાં દાનપુણ્યના મહિમાવડે સર્વ શ્રેષ્ઠીઓમાં મુખ્ય અને અનેક કોડ દ્રવ્યના ધણ ગોભદ્ર શ્રેષ્ઠીની ભદ્રા નામની ભાર્યાની કુક્ષમાં તે પુત્રપણે ઉત્પન્ન થયો. , તે બાળક જ્યારે ગર્ભમાં આવ્યો, ત્યારે તેની માતાએ સ્વપૂનમાં શાળિ(ડાંગર)નું ક્ષેત્ર ફળેલું જોયું, તે વાત તેને પિતાના સ્વામી ગોભદ્ર શ્રેષ્ઠીને કરી. ગોભદ્ર શેઠે કહ્યું, “તમે જે વપ્ન જોયું, તે બહુ ઉત્તમ છે. આ સ્વપ્નના પ્રભાવથી તમારો પુત્ર કુળના આભૂષણ તુલ્ય થશે અને જ્યારે તમને પુત્ર થશે ત્યારે આપણે તેનું શાલિભદ્ર' એવું ગુણનિષ્પન્ન નામ પાડીશું.' પિતાનાં સ્વામીનું આ વચન સાંભળીને ભદ્રામાતા હર્ષ પૂર્વક ગર્ભનું પ્રતિપાલન કરવા લાગ્યા. ગર્ભને સમય પૂર્ણ થતાં ભદ્રામાતાએ સૂર્યના જેવી કાંતિવાળા પુત્રને જન્મ આપ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust