________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજદ્વારે ફરિયાદ : 305 પણ સંકટમાં પડીએ? તો પણ જે અમારાથી થઈ શકે તેવું હતું તે તો અમે કર્યું. રાજાએ તે વાત સ્વીકારી નહિં તેમાં અમે શું કરીએ? આમાં તારા કર્મો જ દોષ છે; તેથી હવે અમે કાંઈ જાણતા નથી, તને ધ્યાન પહોંચે - ઠીક લાગે તેમ કર.” આમ કહીને તે સર્વે પિતાપિતાનાં ઘેર ગયા. પારકાને માટે પોતાનાં માથે કોણ કલેશ વહોરે? તેમના ગયા પછી ધનસાર પણ પાછો વળ્યો અને વિચારવા લાગ્યો કે, “હવે જે થવાનું હોય તે થાઓ. એક વખત ધન્યરાજા પાસે જઈને હું જ પિોકાર કરું. અંતરમાં રહેલાં આંસુઓ બહાર કાઢે, તે કદાચ રોષે ભરાશે તે મને શું કરશે? તે મને મારવા ઈચ્છે તે ભલે મારી નાખે, પ્રાચે મરી ગયેલ જેવો હું થઈ ગયેલું જ છું, હવે જીવવાથી મારે શું વિશેષ છે?” આ છેવટે વિચાર કરીને તે ધનસાર શ્રેષ્ઠી ધન્યકુમારના રાજભવનમાં ગયા અને ગેખમાં બેઠેલા ધન્યકુમાર પાસે જઈને માટે સ્વરે કહેવા લાગ્યું કે, “હે મહાભાગ્યશાળી હે રાજન્ ! મારી પુત્રવધૂને છોડી દે, મારી પુત્રવધુને તમે શા કારણથી રોકી રાખી છે? આપ આવા સમર્થ છે, છતાં અમારા જેવા રાંકને શા માટે આમ દુઃખ દે છે?” આમ ભયની દરકાર કર્યા વગર નિઃશંકપણે તે પોતાની પુત્રવધૂને યાચે છે, તેવામાં ધન્યકુમાર પોતાની ભ્રકુટીની સંજ્ઞાથી સેવકોને કહેવા લાગ્યા; “આ વૃદ્ધ પુરૂષ શું માગે છે? તે જે કાંઈ માગે તે ઘરમાં લઈ જઈને તેને આપી ? કે, 20 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust