________________ 328 4 કયારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 કરાયેલા અને અભિનંદન અપાયેલા ધન્યકુમારના કંઠમાં તે સમયે ગીતકળા રાજકુમારીએ વરમાળાને આપણે કે અને પૂર્ણ પ્રતિજ્ઞાવાળી થયેલી તે કન્યાનું જિતારિરાજાએ હર્ષ પૂર્વક તિલક કરીને ધન્યકુમારની સાથે પાણિગ્રહણ કરાવ્યું. શુભ દિવસે અને શુભ મુહૂતે તે રાજકુમારીને પાણિગ્રહણના મહત્સવ થયો. કરમચનના સમયે રાજાએ સેંકડે હાથી ઘોડા, રથ, ગામ વગેરે ધન્યકુમારને આપ્યા, જિતારિ રાજાના આગ્રહથી પિતાના ઉત્તમ ગુણવડે સર્વના ચિત્તને આશ્ચર્ય પમાડતા ધનસાર શ્રેષ્ઠીના સુપુત્ર ધન્યકુમાર કેટલાક દિવસે તે નગરમાં રાજાએ આપેલા વાસમાં રહ્યા. જિતારિ રાજાના સુબુદ્ધિ નામના મંત્રીની સરસ્વતી નામે પુત્રી હતી. તે સરસ્વતીની જેવી જ સર્વ વિદ્યાઓનાં રહસ્યને સમજનારી અને ગ્રહણ કરનારી હતી. તેની બુદ્ધિ સર્વ પ્રહલિકાઓમાં, ગૂઢ પ્રશ્નોત્તરોમાં, સાંકેતિક સમશ્યાઓની પૂર્તિ કરવામાં બહુ સારી ચાલતી હતી. કેઈ સ્થળે તેની ખલના થતી નહિ, તે બુદ્ધિમાં તીણ હતી, તેમાં પણ આલંબન વગર જ સાધી શકાય તેવી ઓત્પાતિકી બુદ્ધિમાં તો તે અતિશય કુશળ હતી. આવી બુદ્ધિશાલી સરસ્વતીએ અભિમાનવડે એવી પ્રતિજ્ઞા કરી હતી કે, “જેનું કહેવું હું ન સમજી શકું, અને મારું કહેલું જે સર્વ સમજી શકે, તે જ મહાપુરૂષને મારે સ્વામી તરીકે સ્વીકાર.” મંત્રી પુત્રી સરસ્વતીએ કરેલી પ્રતિજ્ઞાની વાર્તા આખા નગરમાં અને ગામડામાં વિસ્તાર પામી ગઈ. આ વાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust