________________ 0 0 0 0 0 કલા અને બુદ્ધિને વિલાસઃ 327 યમાન કરવા છતાં પણ મૃગોને સમૂહ ગીતગાનમાં લીન થઈ જવાથી ધ્યાનમાં મગ્ન થયેલા ગીની જેમ ક્ષેભ પામતો નથી. તે સઘળા મૃગો ધન્યકુમારની આસપાસ વીંટાઈ જઈને તેની સાથે જ ચાલવા લાગ્યા. નગરના લોકોને વિસ્મય પમાડતા ધન્યકુમાર એ બધા હરણયાઓના સમૂહની સાથે નગરમાં પ્રવેશ કરીને રાજમાર્ગે ચાલતા તે લોકોની સાથે રાજ્યસભામાં આવ્યા. પછી “આ શું ! આ શું” એમ બોલતાં રાજાદિક પાસે ઉદાર અને કુશાગ્ર બુદ્ધિવાળા ધન્યકુમાર તે સર્વને લઈ ગયા. અને પેલી હરિણીનાં ગળામાંથી હાર લઈ ગીતકળા રાજકુંવરીના હાથમાં તે હાર આપ્યા. આ અદ્દભુત બનાવ દેખીને આશ્ચર્ય રસથી ભરેલા જિતારિ રાજા, અમાત્ય અને પરજનો ધન્યકુમારના સંગીત કૌશલ્યની પ્રશંસા કરવા લાગ્યા. “અહો ! ધન્યકુમારની ગતકળામાં કુશળતા કેવી છે! અહા ! આની ધીરજ કેવી છે, અહે! આનું સૌભાગ્ય કેવું છે, કોઈ વખત નહિ જોયેલે અને નહિ સાંભળેલે મૃગોનો તથા મનુષ્યને મેળાપ નિક રીતે આ ભાગ્યશાળીએ કરાવ્યું અને દેખાડ્યો. “બહુરના વસુંધરા” એવું લોકવાકય ધન્યકુમારે સાર્થક કરી બતાવ્યું. આ રાજકુમારી પણ પૂર્ણ ભાગ્યશાળી છે, કે જેની આવી પ્રતિજ્ઞા તેના મનોરથને અનુકૂળ રીતે આ પુણ્યવાને પૂર્ણ કરી.” આમ રાજા, મંત્રી, ઈત્યાદિ સર્વ સમૂહ વડે પ્રશંસા P.P. Ac. Gunratnasuri MIS. Jun Gun Aaradhak Trust