________________ 326 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 છે. આવે તે જ તે સંગીતકળા સંપૂર્ણ અને પ્રશંસનીય ગણાય.” ધન્યકુમારનું આ કથન સાંભળીને તથા તેની અદ્ભુત આકૃતિને જોઈને તેનાં ચાતુર્યથી ચમત્કાર પામેલા રાજાએ હર્ષ પૂર્વક તે હરિણીને પાછી લાવવા માટે ધન્યકુમારને સૂચના કરી અને તે કાર્ય પાર ઉતારવા આગ્રહ કર્યો. ધન્યકુમાર તે વાત અંગીકાર કરીને વીણું હાથમાં લઈ અનેક ગંધર્વોના પરિવાર સહિત વનમાં ગયા. - ત્યાં એક વૃક્ષની છાયા નીચે બેસીને મધુર સ્વરથી ધન્યકુમાર પિતાનું સંગીત કૌશલ્ય દર્શાવવા લાગ્યા અને સ્વર, ગ્રામ, મૂછના વગેરેના મેળપૂર્વક ત્યાં તેઓએ વીણા વગાડવા માંડી. તે વખતે તે વનમાં રહેલાં મૃગ અને મૃગલીએ ગાયનમાં તલ્લીન થતાં તેનાથી આકર્ષાઈને ગીતને વશ થયેલાં સર્વ દિશાઓમાંથી ધન્યકુમારની પાસે આવવા લાગ્યા. ધન્યકુમારની આસપાસ વીંટળાઈ જઈને તે બધાં ત્યાં બેઠાં. જેવી રીતે પિતાના પ્રિયતમ પાસે પ્રિયા આવે તેવી રીતે તે મૃગોના સમૂહમાં પ્રથમ જે હરિણીના ગળામાં હાર પહેરાવ્યો હતો તે હરિનું પણ ગીતેના આર્કષણથી વશ થઈને ધન્યકુમારની પાસે નિઃશંક મનથી આવી અને તેના મુખ સામું જોતી ત્યાં બેઠી. ઈન્દ્રજાળમાં કુશળ પુરુષ લોકેથી વીંટાઈ જાય તેવી રીતે મૃગોથી વટાયેલા ધન્યકુમાર પણ તે જ પ્રમાણે સુંદર આલાપપૂર્વક ગાયન કરતાં કરતાં નગર તરફ ચાલ્યા. રસ્તામાં અનેક લેકએ કરેલા ક્ષેભથી ક્ષેભા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust