________________ 324 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 હતો. તેથી તેના શત્રુઓ સમા(પૃથ્વી)ને ત્યાગ કરી ભાગી ગયા હતા. તે રાજાને ગીતકળામાં અતિશય કુશળ એવી ગીતકળા નામની પુત્રી હતી. - એક દિવસે તે મારી વસંતોત્સવની ક્રીડા કરવા માટે સખીઓના સમૂહની સાથે ઉદ્યાનમાં ગઈ ત્યાં પ્રથમ લીલાથી હીંચકવાની, જળક્રીડાની, પુષ્પ એકઠા કરવાની તથા દડાએ ઊછાળવાની કીડાઓ તેણે કરી. ત્યારબાદ યુવાનનાં મનને વિભ્રમમાં નાખનાર અને સુંદર રાગોથી મનહર એવું મને મુગ્ધકર મધુર ગીત ગાવાને તેણે આરંભ કર્યો. જેવી રીતે અદભુત એવા હાવભાવ, વિભ્રમ તથા કટાક્ષેથી કામી મનુષ્ય રૂપવતી સ્ત્રી તરફ આકર્ષાય છે, અને તેને વશ થઈ જાય છે તે રીતે તેના ગાયેલા ગીતની મધુરતાથી આકર્ષચેલાં હરણે તથા હરિણીઓ કણેન્દ્રિયને પરવશ થઈને ત્યાં આવી ગીતકળાની આસપાસ બેઠા. તે વખતે તે સાંદયશીલ રાજકુમારીએ કૌતુકથી એક હરિણીનાં ગળામાં પોતાના ઉત્તમ એ સાત સેરવાળે હાર પહેરાવી દીધો. તે હરિણ તો ગીત બંધ થયું, એટલે ત્યાંથી નાશી ગઈ. રાજકુમારી પણ ગીત ગાન બંધ કરીને પોતાના મહેલમાં આવી. પછી તેણે પોતાના પિતાને કહ્યું, “મારી એક પ્રતિજ્ઞા આપે સાંભળે. . આજે મેં ગાનકળાથી આકર્ષાયેલી એક હરિણીના ગળામાં મારો સાતસરને હાર પહેરાવી દીધા છે. જે પુરૂષ પોતાની સંગીત સાધનાની કુશળતા વડે આનંદિત અંત:કરણયુક્ત થયેલી તે મૃગલીના ગળામાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust