________________ 18 : કલા અને બુદ્ધિને વિલાસ એક દિવસ બુદ્ધિના નિધાન ધન્યકુમારે મનમાં વિચાર કર્યો; “મારા બાંધવે ફરીથી પહેલાંની જેમ અપ્રીતિયુક્ત ન થાય, તેઓનાં અંતઃકરણ મારા ઉપર અપ્રસન્ન ન થાય, તે પહેલાં જ હું અહિંથી નીકળી અન્ય સ્થળે જાઉં, વળી મંદભાગ્યથી રાજા પણ તેઓને દંડાદિક આપે નહિ, તેટલા માટે રાજાને તેમની ભલામણ કરી જાઉં.' આમ વિચારીને અશ્વ, હાથી, ગામ વગેરેને સરખો ભાગ પાડીને તેઓએ ભાઈઓને વહેચી આપ્યા, અને ઘરની સારભૂત ઉત્તમ વસ્તુઓ સુવર્ણ, રત્નાદિક બધું પિતાને સેપ્યું. અને કૌશાંબીના રાજા શતાનિક પાસે જઈને તેમણે કહ્યું, “હું કોઈ પ્રસંગથી રાજગૃહી નગરી તરફ જાઉં છું, તેથી મારી તેમજ મારા કુટુંબની આપ સંભાળ રાખજે.” આ પ્રમાણે રાજાને ભલામણ કરીને તથા સમ્મતિ મેળવીને ધન્યકુમાર રાજગૃહી તરફ ચાલ્યા. બંને સ્ત્રીઓસુભદ્રા તથા સિભાગ્યમંજરીને તથા ઉત્તમ પરિવારને સાથે લઈને અવિચ્છિન્ન પ્રયાણ કરતાં કેટલાક દિવસે ધન્યકુમાર લક્ષમીપુર નામના નગરની નજીકમાં પહોંચ્યા. તે નગરમાં સર્વ ક્ષત્રિમાં શિરોમણિ રાજગુણથી શોભતો જિતારિ નામે રાજા રાજય કરતે હતો. તે રાજા બહુ બળવાન હોવાથી ક્ષમાને ત્યાગ કરી શત્રુઓને વિજય મેળવવામાં તપુર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust