________________ * 0 0 0 0 0 શતાનિકના રાજકારે ફરિયાદ : 321 ઉઘુક્ત થઈ જાય છે, જ્યારે ઘટીને દંડ સ્ત્રી હસ્તમાં લે ત્યારે દાણાને કણેકણને જુદા પાડી નાંખે છે, તેવી જ રીતે શ્રીથી યુક્ઝાહિત થયેલા પુરુષે પણ માતા, પિતા વગેરેના સ્નેહને ક્ષણમાં દળી નાખે છે, પૂર્વની નેહયુક્ત સમગ્ર દશાને ત્યજી દે છે. જેવી રીતે તરવાર - ખગ વગેરે શ સરાણવડે ઘસાય ત્યારે તેજસ્વી થાય છે તેવી જ રીતે સ્વાર્થોધ મૂખે સ્ત્રીઓથી ઘસાતા ખેદાતા પુરુષે પણ ઊલટા હૃદયમાં આનંદ માને છે - ખુશી થાય છે.” રાજન્ ! મેં પહેલાં એમનાં ચિત્તની પ્રસન્નતા માટે અનેક ઉપાયો કર્યા છે, પણ ઉખર ભૂમિમાં વાવેલા બીજની જેમ આ સ્ત્રીઓમાં તે ઉપાય બધા નિષ્ફળ ગયા છે. તેમાંથી કાંઈ પણ ફળની પ્રાપ્તિ થઈ નથી, જે કુલીન સ્ત્રીઓ હોય તેઓ તે એ સારે બોધ આપે કે જેથી ઉમાગે જતા નદીના પ્રવાહને નદીના કાંઠાની ભીંતે રેકી રાખે, તેવી જ રીતે છૂટા પડવાના ઉપાયને શોધતાં બંધુઓને પણ સુશ્લિષ્ટ કરીને રાખે, છૂટા પડવા ન દે, મેં આ કલેશ કરાવનારી ભાભીઓને મદ ગાળવા માટે તથા તેમની વકતાને મટાડવા માટે ઉપાય કરીને તેઓને જરા ખેદ પમાડ્યો છે. જેવી રીતે ઉત્તમ વૈદ્ય વિષમ વરને નાશ કરવા શરીરને સૂકવે છે, લાંઘણ કરાવે છે, તેવી જ રીતે મેં આ ઉપાય કલહ તથા વકતા નિવારવા માટે કર્યો છે, બીજુ કાંઈ કારણ નથી. મને તેના પ્રત્યે હૃદયમાં સહેજ પણ દુર્ભાવ નથી.” ક. 21 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust