________________ * 0 0 0 0 0 કલા અને બુદ્ધિને વિલાસઃ 325 ગ્રહણ કરીને તે મારો હાર મને આપશે તેની સાથે હું પાણિગ્રહણ કરીશ - તે મારે પતિ થશે.” જિતારિ રાજા પિતાની પુત્રીની આવી પ્રતિજ્ઞા સાંભળીને વિચારમાં પ, પરંતુ તેની પ્રતિજ્ઞા તે સમગ્ર નગરમાં પ્રસિદ્ધ થઈ ગઈ, કારણ કે અદ્ભુત વાત તે પાણીમાં તેલની જેમ તરત જ લાઠેમાં વિસ્તાર પામી જાય છે. ધન્યકુમાર ફરતા ફરતા તે નગરમાં આવ્યા, એટલે જિતારિ રાજાની પુત્રીએ કરેલી પ્રતિજ્ઞાન વૃત્તાંત લોકોનાં મુખેથી સાંભળીને તે ચિત્તમાં અતિશય ચમત્કાર પામ્યા. ઉત્તમ પરિવારને સાથમાં લઈને પરજનોની લક્ષમીને જોતાં જતાં ધન્યકુમાર જિતારિ રાજાનાં દર્શન માટે રાજકુલમાં ગયા. રાજાએ પણ ભાગ્યશાળી તથા તેજસ્વી ધન્યકુમારને આવેલા જોઈને અતિશય આદરસત્કાર આપી પોતાની સાથે આસન ઉપર હર્ષ પૂર્વક બેસાડયા. રાજાએ માગ સંબંધી કુશળક્ષેમ વાર્તા તેઓને પૂછી; તેઓ ત્યાં બેઠા હતા, તેટલામાં રાજકુમારીની પ્રતિજ્ઞા સંબંધી વાત કેઈએ કાઢી. ધન્યકુમાર બોલ્યા, “હે પૃથ્વીનાય! જે ગાનકળાનાં કૌશલ્યથી આકર્ષાયેલી હરિણી ગીતનો અવનિ સાંભળ્યા પછી તે બંધ થાય ત્યારે અન્ય શબ્દોને સાંભળીને ભય પામી બીજે નાશી જાય, તે તે અદ્ભુત ગીતકળા કહેવાય નહિ, તે નિષ્ફળ જ ગણાય; પણ જે મૃદંગ અને ભેરીના ભાંકા રાદિક સ્વરથી ત્રાસ પામ્યા સિવાય ગીતથી આકર્ષાઈ પાસે આવેલી હરિણી લોકોથી વ્યાપ્ત એવા શહેરમાં પણ ચાલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust