________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજકારે ફરિયાદઃ 319 કાળમાં તે ન જ કરવી. વિપત્તિમાંથી તેમને સત્વર ઉદ્ધાર જ કરો. સાધુપુરુષે પડથા ઉપર કદિ પણ પાટુ મારતા નથી, પણ તેને સહાય કરનાર જ થાય છે. પણ અમને લાગે છે કે જેવી રીતે કાંજીના સંસર્ગથી દૂધની પ્રકૃતિમાં વિકૃતિ થઈ જાય છે, તેવી જ રીતે તમારી પત્ની સુભદ્રાએ તમને કાંઈક ચઢાવ્યા લાગે છે. તમારા કાન ભંભેર્યા હશે, તેથી જ તમારી આવી સુંદર પ્રકૃતિમાં વિકાર થઈ ગયે છે. કહ્યું છે કે, “સુંદર વંશના - વૃક્ષમાં ઉત્પન્ન થયેલ ધનુષને દંડ પણ પણ છથી પ્રેરાય ત્યારે પારકાના ઘાત માટે થાય છે.” કુશળ મંત્રીઓએ બુદ્ધિના પ્રપંચથી કમળ વચનો વડે આ રીતે સમજાવ્યા, એટલે ધન્યકુમારે હાસ્યક્રિયા છેડી દઈને આદરપૂર્વક પોતાની ભાભીઓને પિતાના ઘરમાં મેકલી. ત્યાર પછી ધન્યકુમારે સૈન્યની તયારીઓ બંધ કરી દઈને સચિવની સાથે રાજા પાસે આવી નમસ્કાર કર્યા. શતાનિક રાજાએ પણ અધું આસન આપીને ઉત્સાહપૂર્વક ભાગ્યશાળી એવા ધન્યકુમારને કહ્યું; “હે બુદ્ધિશાળીમાં શ્રેષ્ઠ! આ શું આશ્ચર્યકારક બન્યું? તમને નહિ ઓળખી શકેલી તમારી ભોજાઈઓને તમે હેરાન કરી તે તમને શોભતું નથી. કારણ કે, “ડાહ્યા માણસોએ પોતાના કુટુંબીજનેને કઈ દિવસ છેતરવા ન જોઈએ.” શતાનિક રાજાનું આ કથન સાંભળીને ધન્યકુમાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust