________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજદ્વારે ફરિયાદ : 317 સાથે લઈને ધન્યકુમારની પાસે ગયા અને નમીને તેમની પાસે ઊભા રહ્યા. ધન્યકુમારે તેમને પૂછયું, “આપને અહીં આવવાનું શું પ્રયોજન છે?” તેઓએ કહ્યું: “સ્ત્રીઓને આંતરકલહ નિવારવા અમે આવ્યા છીએ.” તે વખતે ધન્યકુમારે પોતાની ભાભીઓને સાથે આવેલી દેખીને માયાથી તેમને પણ નમકાર કર્યા અને તેઓને કહ્યું, “ભયભીત અંતઃકરણવાળા તમે શા કારણે અહીં આવ્યા છે?” આ શબ્દોને સાંભળીને. તે ધનશ્રી આદિ ત્રણે ભાભીઓ ધન્યકુમારને બરાબર ઓળખીને બોલી, “અરે શું કરવા અમને માયા કરીને ખેદ ઉપજાવો છો ? શા માટે દુઃખી કરે છે ? કારણ કે તમે. જ અમારા ભાગ્યશાળી દિયર છે, શું ક૯પવૃક્ષ કોઈ દિવસ કેઈને દુઃખ આપે છે?” આમ કહીને તેઓ બોલતી બંધ. રહી. એટલે ધન્યકુમારે કહ્યું, “અરે! આ તમારા સ્વસ્થ હૃદયમાં શે ભ્રમ થઈ ગયો? અથવા તે હીન પુણ્યોદયથી તમારી દષ્ટિ શું કાંઈ ઝાંખી થઈ ગઈ છે? જગતમાં જેને “ધન્યકુમાર’ એવા નામવાળો જુઓ, તેને તમે તમારા દિયર’ કહીને બોલાવશે તો સર્વ સ્થાને હાસ્ય પાત્ર થશે.” આ સાંભળીને તેઓ બોલી, “રે દિયરજી! તમને તે અમે ઘણા વખતથી ઓળખીએ છીએ, પણ માયા કપટ કરીને તમે તમારી જાતને ગોપ છે; પરંતુ તમારા પુણ્યદયથી ઉત્પન્ન થયેલી તમારા પગ પરની નિશાની છુપાવવા તમે શક્તિમાન નથી. હે મંત્રીઓ ! આ ધન્ય-- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust