________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજદ્વારે ફરિયાદઃ 315 કેમ તેઓએ પૂરી દીધી નહિ! આમાં પણ કાંઈ ચોકકસ હિતુ હો જોઈએ. આ કારણથી જે મહારાજ આજ્ઞા આપશે, તે આ ગૂઢાર્થ પણ બુદ્ધિકૌશલ્યથી પ્રકટ થઈ શકશે, કારણ કે તમારી સેવા કરવાથી જે મંત્રીઓ કુશળ અને શાસ્ત્રપારંગત દષ્ટિવાળા થયા છે, તેનાથી અજાયું શું. રહેવાનું છે? બીજી રીતે ન જાણી શકાય તેવું હોય તે. પણ બુદ્ધિ વડે જાણી શકાય છે.” મંત્રીઓએ કહેલી ઉપરોક્ત સર્વ હકીકતને સાંભળીને રાજા બોલ્યો; “હે મંત્રીઓ! જે તમારી આવી બુદ્ધિની. કુશળતા હોય તે બધી વાતની તપાસ કરીને આમાં શું સાચું છે? તે મને જણાવો !." રાજાની આજ્ઞા મળવાથી તરત જ ત્રણે સ્ત્રીઓને બેલાવીને મંત્રીઓએ પૂછ્યું, “તમે કયે સ્થળેથી અત્રે આવ્યા છે? તમારું કુળ કયું ? તમારી પાસે દ્રવ્ય કેટલું હતું? તમારું ગામ કયું? એવી શી. આપત્તિ પડી? અને શા કાણુથી પડી? કે જેને લીધે. તમારે અહિં આવવું પડયું ? આ બધો તમારે વૃત્તાંત જે બન્યું હોય તે સાચું કહી સંભળાવો.” મંત્રીઓએ આમ પૂછવાથી આંખમાં અણું લાવીને તે ધનશ્રી આદિ સ્ત્રીઓએ મૂળથી તેઓની આગળ પોતાના કુળાદિકને સર્વ વૃત્તાંત તળાવ ખોદવા સુધી વિસ્તારથી કહી સંભળાવ્યું. બુદ્ધિકુશળ અને વરતુગ્રાહી મંત્રીઓ. તેમની કહેલી વાત સાંભળીને વસ્તુતવ બધું સમજી ગયા, અને વિસ્મયતાથી તથા મિતપૂર્વક એક બીજા સામું જોતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust