________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજદ્વારે ફરિયાદઃ 313 પ્રવાહને પર્વત રોકી રાખે તેવી રીતે ધન્યકુમારે પરામુખ કરી નાખ્યું. એટલે શતાનિક રાજાના બધા સિનિકો કાગડાની જેમ નાસી ગયા. પિતાનાં સૈન્યને દીનભાવ પામેલું અને નાસતું જોઈને શતાનિક રાજા પિતાના વધારે બળવાન સૈન્યને લઈને વિષાદપૂર્વક ધન્યકુમારને જીતવા માટે ચાલ્યો. ધન્યકુમાર પણ તે વૃત્તાંત સાંભળીને પિતાના લશ્કરને લઈ શતાનિક રાજાની સામે લડાઈ કરવા ચાલ્યા. અનુક્રમે તેઓ મળ્યા અને લડાઈ શરૂ થઈ. તેઓ બને જ્યારે યુદ્ધ કરવા લાગ્યા ત્યારે કિંકર્તવ્યતામૂઢ થયેલા રાજ્યના બુદ્ધિશાળી મંત્રીઓ એકઠા થઈને વિચારવા લાગ્યા; “આ શ્વશુર અને જમાઈના યુદ્ધમાં જે કઈ મહાન અનર્થ થશે તો જગતમાં આપણા માટે મોટું કલંક ચઢશે, લોકો કહેશે કે, “આ બંને સિન્યમાં કઈ એવો બુદ્ધિકુશળ ડાહ્યો માણસ જ નહતા કે જે બંને વચ્ચે સંધિ કરાવે અને આવા અનર્થથી બંનેને વારે? તેથી રાજા પાસે જઈને કાંઈ પણ હિતેપદેશ આપણે કહીએ.” આ વિચાર કરીને તે સર્વે મંત્રીઓ એકઠા થઈ રાજાની પાસે જઈને વિનંતિ કરવા લાગ્યા; “વામિન ચિત્ત સ્થિર કરીને અમારી વિનંતિ સાંભળે અને પછી જે આપને ઉચિત લાગે તે કરો.” રાજાએ કહ્યું, “તમારે જે કહેવું હોય તે કહે, હું તેને વિચાર કરીશ.” . રાજાની અનુજ્ઞા મળતાં તેઓ બોલ્યા; “હે દેવ ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust