________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજકારે ફરિયાદ : 311 સભાજનોએ બધી વાત સાંભળી તેવી રાજા પાસે નિવેદન કરી. રાજા પણ આવી અસંભવિત વાતોને સાંભળીને વિસ્મયતાપૂર્વક હજુ તે ચિત્તમાં વિચાર કરતા હતા. તેવામાં તે સ્ત્રીઓ ફરીવાર બોલવા લાગી; “હે મહારાજ ! સેવકજને ઉપર વાત્સલ્યભાવરૂપી અમૃતના કુંપાઓ ઢાળનારા આપ જ અમારાં વિચગાગ્નિથી બળેલાં મનરૂપી ઉદ્યાનને શાંત કરવાને શક્તિમાન છે. શું તે ધન્યરાજાએ અમારી દેરાણીના મોહથી અમારા સાસરા વગેરે પાંચ જણાને મૃત્યુ પમાડ્યા હશે? અગર તે દુબુદ્ધિવાળાએ જીવતાં જ શું તેઓને કારાગૃહમાં પૂરી દીધાં હશે? તે સર્વની આપ તપાસ કરાવો. ધન્યરાજાએ રેકેલા અમારા કુટુંબને આપ કૃપા કરીને છોડાવે. હાથીના મોઢામાં આવેલ પશુને સિંહ સિવાય બીજું કોણ છેડાવવા સમર્થ છે?” કહ્યું પણ છે કે, નિર્ધન, અનાથ, પીડિત, શિક્ષા પામેલા અને વેરીઓથી પરાભવ પામેલા સર્વેને રાજા જ શરણભૂત થાય છે.” તેમને આ પિકાર સાંભળીને શતાનિક રાજા આદિ સર્વને ક્રોધ ઉત્પન્ન થયો અને સેવક પુરુષ સાથે આ પ્રમાણે રાજાએ ધન્યકુમારને કહેવડાવ્યું; “તમારા જેવાને અન્યાય કરવો તે તદ્દન અનુચિત છે, તેથી જે પરદેશીઓને તમે કબજે રાખ્યા છે, તેમને છોડી મૂકે. સજજન થઈને ગર્વથી આ પ્રમાણે સન્માગ કેમ છેડી દે છે? પ્રાણ જાય તે પણ સજજન પુરુષે દુષ્ટ કૃત્ય કરતા નથી.” ધન્યકુમારે રાજાના સેવક પુરુષો પાસેથી આવાં વચનોને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust