________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજદ્વારે ફરિયાદ : 309 પડીને મરણ પામીએ. હવે અમારો અબળાને કઈ પણ આધાર નથી કે જેના આશ્રયે રહીને અમે જીવીએ.” આમ વિલાપ કરતી આમ તેમ પડતી આખડતી અનેક માઠી વિક૯પથી પોતાનાં અંતઃકરણને કલુષિત કરતી અતિ દુઃખી એવી તેઓએ તે રાત્રી સેંકડો રાત્રીની જેમ કષ્ટથી પસાર કરી. કઈ રીતે સવાર થતાં તેઓ પરસ્પર વિચાર કરવા લાગી કે; “હવે આપણે કુળની લાજ ત્યજીને કૌશાંબીના રાજા પાસે તેની સભામાં જઈને પિોકાર કરીએ, કારણ કે ‘દુર્બળ અને અનાથ સર્વેનું આશ્રયસ્થાન રાજા છે.” આ રીતે વિચાર કરી લજજાને ત્યજીને શતાનિક રાજાની સભામાં તેઓ ગઈ કારણ કે મહાન વિપત્તિના સમયે સ્ત્રીઓમાં ધીરજ કેવી રીતે રહે? સભામાં આવેલી અને પિકાર કરતી સ્ત્રીઓને શતાનિક રાજાએ દીઠી, તેથી ભ્રકુટીની સંજ્ઞાવડે તેણે સભાજનોને પૂછયું “આ સ્ત્રીઓ ક્યા દુઃખના કારણે પોકાર કરે છે? તેમનું દુખ તેમને પૂછીને તેનું રહસ્ય નિવેદન કરો.” રાજાની આજ્ઞા થવાથી સભાજનો તેઓની પાસે જઈને તે ધનશ્રી આદિને પૂછવા લાગ્યા; “તમારે શું દુઃખ છે? કાંઈ મોટું દુઃખ હોવું જોઈએ, નહિ તે જેનો પતિ હોય તેવી સ્ત્રીઓ રાજ્ય દ્વારે કઈ દિવસ આવતી નથી; તમારા સ્વામી તે જીવતા છે, છતાં તમને તેવું શું મોટું દુ:ખ આવી પડયું છે કે જેથી તમારે આજે રાજદ્વારમાં આવવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust