________________ 312 કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 સાંભળીને કહ્યું, “અરે! હું કોઈ દિવસ પણ સત્ય માર્ગના લે૫ કરતા જ નથી; અને કદાચિત્ હું ત્યાજય એવા કુમાર્ગે પ્રયાણ કરું તે મને રોકવા કાણ સમર્થ છે ? જ્યારે ચકવતીનું ચક ચાલતું હોય, ત્યારે કયો પુરુષ તેને રોકવા સમર્થ થાય છે? જે આ બાબતમાં રાજાને પરીક્ષા કરવાના ઈચછા હોય, તો તેમને પણ શિક્ષા કરવાને હું સમર્થ છે. જે આપણે રાજા “હું શતાનિક (સો સિન્ય જીતનાર) છું. તેવા નામની ખ્યાતિથી જ ગર્વ ધારણ કરતા હોય, તો હું લક્ષાનિક (લાખ સૈન્યને જીતનાર) છું; તેથી શતાનિક મારી પાસે કેણ માત્ર છે?” ધન્યકુમારે પિતાના મુખેથી ઉચારેલાં ગર્વયુક્ત કઠોર વચનોને સાંભળીને તે આવેલા રાજાના સેવક પુરુષે તરત જ રાજાની પાસે ગયા. અને નમસ્કાર કરીને જે હકીકત બની હતી તે વિગતથી કહી સંભળાવી. રાજા પણ તેવો ગર્વયુક્ત વચનેને સાંભળીને બહ કેંધાયમાન થયો, અને જે ધન્યકુમાર જમાઈ અત્યાર સુધી પોતાનાં પ્રેમનું સ્થાન હેતું, તે વૈરનું સ્થાન થઈ ગયું. ત્યાર પછી શતાનિક રાજાએ યુદ્ધ કરવા માટે તૈયાર કરેલાં પોતાનાં સિન્યને ધન્યકુમારના મહેલ પાસે મોકલ્યું. તે વખતે ધન્યરાજાએ પણ તે લકરનું આગમન સાંભળીને પિતાનું હસ્તિસૈન્ય, અસત્ય, પાયદળ સૈન્ય વગેરે એકઠું કરીને શતાનિક રાજાના લશ્કર સાથે તુમુલ યુદ્ધ શરૂ કર્યું. થોડી જ વારમાં ગાજતા એવા હાથી, ઘોડા ઈત્યાદિથી યુક્ત શતાનિક રાજાના સૈન્યને નદીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust