________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજદ્વારે ફરિયાદ : 307 તુષ્ટમાન થયેલ તું શું કરવાનો હતો? પણ મારા વૃદ્ધ ઉંમરના પતિને પાછો આપ. તે સ્ત્રીની પાછળ તે ધૂળ ખાઈને તું પણ મરણ પામજે ને જેણે કુળની લાજ મૂકી તે પુત્રવધૂનું મારે કાંઈ કામ નથી. તમારું કરેલું પાપ તમે જ ભેગવશે.” આવાં અત્યંત વિષાદયુક્ત વચનેને બેલતી પોતાની માતાને ધન્યકુમારે પહેલાંની માફક સેવકોને આદેશ કરીને તેને ઘરમાં બોલાવરાવી અને પાછળ પોતે જઈને માતાના ચરણયુગલને પ્રણામ કરીને પિતાની ઓળખાણ આપી. તે પણ પોતાના પુત્ર ધન્યકુમારને ઓળખીને અંતઃકરણમાં અતિશય આનંદ પામી. ધન્યકુમારે બહુમાનપૂર્વક પિતાના માતા પિતાનાં અંગ અને વસ્ત્રાદિકની શુદ્ધિ કરાવી, તેમની સારી રીતે ભક્તિ કરીને તેમને ઘરમાં બહુમાનપૂર્વક રાખ્યા. ફરી ધન્યકુમાર ગોખમાં જઈને બેઠા. - તે વખતે તેઓના ધનસાર આદિ ત્રણે ભાઈઓ માઆપની તપાસ કરવા અને શુદ્ધિ મેળવવા ત્યાં આવ્યા. આયુષ્યમાન ધન્યકુમારે આમતેમ ભટકતા તેઓને જોઈને સેવકે દ્વારા આવાસમાં બોલાવરાવ્યા અને પોતે પણ ' તેમની પાસે જઈને નમસ્કાર કર્યા. ત્યાર પછી વસ્ત્ર, આભારણ અને તાંબુલાદિકથી તેમને સત્કાર કરીને સદ્ગુણને શરીરની અંદર દાખલ કરે તેવી રીતે પિતાના આવાસના અંદરના ભાગમાં તેમને ધન્યકુમાર લઈ ગયા અને આનંદિત કર્યો. ત્યાર પછી કેટલોક સમય વીત્યે એટલે તે ત્રણે ભાઈઓની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust