________________ 306 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તે સાંભળી સેવક બોલ્યા: ‘રે વૃદ્ધ ઘરમાં ચાલે. અમે તમને તમારી પુત્રવધૂ ત્યાં આપીશું.” આ પ્રમાણે કહીને ધનસારને ઘરની અંદર લઈ ગયા, ધન્યકુમાર પણ પાછળ તરત જ ઘરમાં આવ્યા, અને એકદમ પિતાને નમસ્કાર કર્યો, નમસ્કાર કરીને મસ્તક ઉપર હાથ જોડીને બેલ્યા; “આપ પૂજ્ય પિતાશ્રીએ બાળકના ચપળતારૂપ અવગુણેની ક્ષમા કરવી.” અમૃતતુલ્ય, ધન્યકુમારની વાત સાંભળીને પુત્રદર્શનથી અકલિપત એ મનોરથ અચાનક ફળવાથી, આનંદના ઉભરાથી જાણે કે દબાઈ ગયો હોય તે ધનસાર આનંદથી પૂર્ણ દેખાવા લાગ્યા. આ વાત સત્ય કહી છે કે, " સમુદ્ર પૂર્ણચંદ્રના દર્શન થી કેમ ઊભરાઈ ન જાય? ઊભરાય જ. ત્યાર પછી બહુમાન અને ભક્તિપૂર્વક સર્વ દુઃખથી રહિત થયેલા પોતાના પિતાને ઘરની અંદર લઈ જઈને ત્યાં તેમને બેસાડીને મનમાં ગૂઢ અભિપ્રાયને ધારણ કરતાં ધન્યકુમાર ફરીથી પાછી આવીને ગોખમાં બેઠા, અને આમ તેમ જોવા લાગ્યા. ' તેટલામાં દુખના કલેશથી તપ્ત થયેલી અને થાકી ગયેલી પોતાની માતા શીલવતીને પતિને શોધવા માટે આવતી ધન્યકુમારે દેખી. તે રાજ્યદ્વાર પાસે આવી અને ધન્યકુમારને ગોખમાં બેઠેલા દેખીને વિષાદપૂર્વક મનમાં તે બેલવા લાગી; “રે ક્રૂર કર્મના કરનાર ! જે પવિત્ર આચારવાળી મારી પુત્રવધૂને તું છોડી દેતું નથી, તો જા તેની સાથે તું પણ ખાડામાં જઈ ને પડ. રૂષ્ટમાન કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust