________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજકારે ફરિયાદ : 303 બાબતની તપાસ કરવાની આપને વિજ્ઞપ્તિ કરીએ છીએ. તેને શા અપરાધથી રોકવામાં આવી છે તે કઈ જાણતું નથી. આ વૃદ્ધ ગરીબની પુત્રવધૂનો જે કાંઈ અપરાધ થયો હોય તો પણ તેને ક્ષમા આપીને આ મહાજનની શોભા આપ વધારો અને તેની પુત્રવધૂને આપ છોડી મૂકે. આ બાબતમાં આપને બહુ વિજ્ઞાપના શું કરીએ ? આપ જ યુક્ત અને અયુક્તના વિચારોમાં કુશળ છે. આપની પાસે અમારી બુદ્ધિ કઈ ગણતરીમાં છે? તેથી સે વાતની એકજ વાત કહીએ છીએ કે કૃપા કરીને આ વૃદ્ધ પરદેશી નિર્ધન પુરુષની પુત્રવધૂને આપ પાછી આપો.” મહાજનના સમૂહની આ વાતને સાંભળીને જરા મિત કરીને તે સાંભળ્યું ન સાંભળ્યું તેમ કરીને બીજા તરફ નજર ફેરવી બીજાની સાથે વાત કરતાં અન્યોક્તિ દ્વારા તિરસ્કાર સૂચવનાર અને ગર્ભિત ફોધયુક્ત વાક્યો દ્વારા ધન્યકુમાર કહેવા લાગ્યા, “અરે ભાઈ! હમણાં આ નગરમાં ઘણા માણસે બહુ વાચાળ-દોઢડાહ્યા થઈ ગયા છે. સત્યાસત્યની વાત સમજ્યા વિના વાણી વડે પારકાનાં ઘરની વાતો કરીને તૃપ્તિ પામનારા જેમ તેમ વચને બોલે છે, પણ દુર્જનનો એવો સ્વભાવ જ છે. કહ્યું છે કે, “દુજનો પિતાના મોટા ગુફા જેવા છિદ્રો પણ જોઈ શક્તા નથી. અને એક નાના રેખા જેવડા પણ પરના છિદ્રોને જુવે છે” પણ તે સર્વને હું જાણું છું - ઓળખું છું. હમણાં તેવા સર્વને શિક્ષા કરવાને હું ઉઘુક્ત થયો છું. વધારે શું કહું? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust