________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજકારે ફરિયાદઃ 301 - ત્યાર પછી તે સમજુ વ્યાપારીઓ પર પર વિચાર કરવા. લાગ્યા કે, “આ વૃદ્ધ માણસ ખોટુ બેલતે હોય તેમ દેખાતું નથી, કારણ કે આ વૃદ્ધ અંતરંગના દુઃખની વાલાથી. તપેલ બેલે છે, તેથી તે જે બોલે છે તે સત્ય હોય તેમ જણાય છે. આ વૃદ્ધ અતિ દુખથી દુખિત થયેલ જણાય છે, નહિ તો આવું રાજ્યવિરુદ્ધ અસત્ય જાહેર રસ્તા ઉપર બોલવાની હિંમત કેમ કરે? અંતરના દાહ વગર આ પ્રમાણે બોલી શકાય જ નહિ, તેથી આ સાચો છે તેમ તો લાગે છે. આમ પરસ્પર વિચાર થવાથી તે સવે વણિકોને શું કરવું ? તેની કાંઈ સમજણ પડી નહિ.. તેથી તેઓ ધનસારને કહેવા લાગ્યા, “ભાઈ ! અમે. આમાં શું કરી શકીએ? જે બીજા કેઈની વાત હોત તે તે રાજ્યના અધિકારીઓ પાસે જઈને કહેત, પણ આ વાત તે રાજ્યના અધિકારીઓ પાસે જઈને કહીએ તો તેઓ પણ માને નહિ, તેઓ સામો ઉપાલંભ આપે કે, “શું તમારી બુદ્ધિ નાશ પામી ગઈ છે કે આવું બોલો છે ?" તેથી આ તે મહાન આપત્તિ આવી પડેલી છે. અમે તમારું દુઃખ સાંભળવાને પણ શક્તિમાન નથી, તેથી અમે તો. એમ વિચારીએ છીએ કે જે થવાનું હોય તે ભલે થાઓ. પણ ધન્યરાજા એટી નીતિ આચરે તેવા નથી, પરંતુ અમને વિચાર થાય છે કે, આજે તેણે એક રંકની સ્ત્રીને રોકી રાખી, કાલે વળી બીજાની સ્ત્રીને તે રોકી રાખે તે શું થાય ? જે કેઈ દુષ્ટ રાજા હોય તે તે પ્રજાની ધનાદિક વસ્તુઓને... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust