________________ * 0 0 0 0 0 0 શતાનિકના રાજદ્વારે ફરિયાદ H 299 મૂકો અને માથું ધૂણાવતે ધનસાર શ્રેષ્ઠી બોલ્યા“હા. દેવ ! શીલના નાશવડે આ સુભદ્રાએ અમારા નિષ્કલંકિત વંશને કલંકિત કર્યો ! એક તો પરદેશમાં પરિભ્રમણ અને બીજી નિર્ધનતા, તેથી અહીં આપણે વાત કેઈપણ સાંભળિશે નહિ. ત્રીજુ દાઝયા ઉપર ડામ અને ક્ષત ઉપર હારની . જેમ લેકની નિંદા, આ ત્રણે અગ્નિ કેવી રીતે સહન થશે? દારિયાદિકનું દુઃખ મને પીડા કરતું નથી, કે જેવી પીડા. આ દુષ્ટ ચારિત્રવાળી પુત્રવધૂનું માઠું કૃત્ય કરે છે. તે આવી દુશ્ચારિત્રી હશે તેવું મેં કદિ સ્વપ્નમાં પણ જાણ્યું નથી. અરે તેણે કેવું માઠું કામ કર્યું ? અરે ! મારી આ વૃદ્ધાવસ્થામાં મારા ધેાળામાં ધૂળ નાખી!” વૃદ્ધ ધનસાર આ રીતે વિલાપ કરતો હતો, ત્યારે તેમને ઉદ્દેશીને મોટા પુત્ર ધનદેવની સ્ત્રી ધનશ્રીએ કહ્યું, “આ તે તમારી બહુ ડાહી, ભાગ્યશાળી, વિનયવાળી પુત્રવધૂ છે કે જેમાં તમે હંમેશાં વખાણ કરતા હતા અને બીજી સર્વની નિંદા કરીને તમારી જીભ સૂકાઈ જતી હતી, પણ હવે . તેનું ડહાપણુ, ભાગ્યશાળીપણું વગેરે બધું તેણે સ્પષ્ટ બતાવી દીધું ને? પોતાના આત્માને તેણે તો સુખેથી વિલાસ ભોગવતે કર્યો, હવે એમાં શોક શો કરવો ? અમે તે. મૂખી, ભાગ્યહીન, નિગુણી છીએ, અમને એવું કરતાં આવડવું જ નહિ, તેથી દુખે પેટ ભરતાં અહીં ઘરમાં ને ઘરમાં જ પડયા રહીએ છીએ. તે બહુ ગુણવાળી અને ચતુર ખરી કે રાજપની થઈને રાજભવનમાં બેઠી !" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust