________________ * * 0 0 0 0 શતાનિકના રાજદ્વારે ફરિયાદ 297 પણ આપણને શું ખબર પડે? કદાચ બળાત્કારથી રેકી હોય અથવા તો બંનેની વૃત્તિ ખરાબ થઈ હોય, ખરેખર આ બાબતમાં વાયુએ ચળાવેલ દવજાના છેડાની માફક કાંઈક પણ વિપરિત તે બન્યું લાગે છે!” આમ શંકારૂપી શંકુથી વીંધાયેલા અંત:કરણવાળા તે શ્રેષ્ઠીએ પોતાના વડિલ પુત્ર ધનદેવની સ્ત્રીને કહ્યું: “વસે ! તું ધન્યરાજના ઘેર જઈને જોઈ આવ કે સુભદ્રાને કેમ અહીં આવતાં વિલંબ થયો છે? કે તેને વચ્ચે રોકી રાખી છે ? પોતાના શ્વશુર ધનસારના આદેશથી ધનદેવની પત્ની ધનશ્રી છાશ લેવાનું ભાજન હાથમાં લઈને ધન્યકુમારને ગૃહાંગણે ગઈ અને ત્યાં રહેલા મનુષ્યને તેણે પૂછ્યું; અમારી દેરાણીને છાશ લેવા માટે અહીં મોકલી હતી, તે અહીં આવી છે કે નહિ ?" આ પ્રમાણે તેણે પૂછયું પણ ગુહ્ય વાત સંપૂર્ણ નહિ જાણનારા ધન્યના માણસોએ જવાબ આપ્યો કે, “અહો ! તેના તો મહાન ભાગ્યને ઉદય થયો. તે તો ગૃહસ્વામીની - થઈને અંતઃપુરમાં રહેલી છે. આવું અશ્રાવ્ય કર્ણકટુ વચન સાંભળીને ચિંતા, દુઃખ, ભય, વિરમય વગેરેના મિશ્રણથી દુઃખિત અંત:કરણવાળી તે પહેલેથી જવાની ટેવ હવાથી મહેલની અંદર ગઈ. ત્યાં દૂરથી જ સુભદ્રાની અપૂર્વ સ્થિતિ જોઈને તરત જ પાછી વળી, અને પોતાના સ્થાને આવીને સવની આગળ જેવું જોયું હતું તેવું તેણે કહ્યું. તે સાંભળી બધા ધનસારને ઠપકો દેવા લાગ્યા “અરે! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust