________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજકારે ફરિયાદ : 295 સાથે પાણિગ્રહણ કર્યું અને વાણિજયકળાની કુશળતાથી અનેક કેટી દ્રવ્ય ઉપાર્જન કર્યું. આ પ્રમાણે કેટલાક કાળ વ્યતીત થયા પછી શલ્ય સહિત, લક્ષ્મી રહિત, ને શેભા રહિત પોતાના બાંધવોને આવેલા દેખીને સૂર્યની જેમ નિર્વિકારી ચિત્તવાળા તેણે તે સર્વને લક્ષ્મીવાન કર્યા. ફરીથી પણ ત્યાં કુંટુંબકલહ દેખીને ભગ્રચિત્તવાળા થઈ વરસાદ દેખીને કલહંસ જેમ માનસ સરોવરમાં કમળના સમૂહમાં ચાલ્યો જાય, તેમ તે કુમાર રાજગૃહીને ત્યજીને લક્ષ્મીથી ભરેલા આ નગરમાં આવ્યા. આ મારું કહેવું સત્ય છે કે નહિ ?" આ સાંભળીને સુભદ્રાએ બહુ બુદ્ધિશાળી હોવાથી મૂળથી જ બધે વૃત્તાંત જાણીને તરત જ પોતાના પતિને ધન્યકુમારને ઓળખ્યા અને લજજાથી મૌન ધારણ કરીને નીચું મુખ કરીને તે ઊભી રહી. પતિવ્રતા સ્ત્રીઓની લાંબા વિરહે પતિ મળતાં તેવી જ સ્થિતિ થાય છે. સૌભાગ્યમંજરી પણ પિતાના પતિને જન્મથી વૃત્તાંત સાંભળીને અને સુભદ્રા સાથેને પોતાનો સપત્ની સંબંધ જાણીને ચિત્તમાં અતિશય ચમત્કાર પામો અને વિચારવા લાગી; “આજે મારે સંદેહ ભાંગ્યે; પરનારીસહેદર મારા પતિ આ સ્ત્રીને શા કારણથી દૂધ, દહીં વગેરે ખાદ્ય પદાર્થો અપાવે છે? વળી તેની સાથે સખીપણું કરવાનો મને આદેશ શા માટે કરે છે? એવો મને સંદેહ થતું હતું, એ સર્વનું કારણ આજે મેં બરાબર જાણ્ય. મોટા પુરુષોને પિતાની સ્ત્રી ઉપર આવો જ પ્રેમ હોય છે અને તે અયોગ્ય કે અયુક્ત નથી!” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust