________________ 0 0 0 0 0 0 શતાનિકને રાજદારે ફરિયાદ H 293 છે, આ જ પ્રમાણે વિમળ એવા ઉત્તમ કુળમાં થયેલા સુંદરીઓનાં શરીરની પણ બે જ ગતિ થાય છે. કાં તો તેને પતિના શરીરનો સ્પર્શ થાય છે અથવા તો અગ્નિ તેનો નાશ કરે છે. તેથી હે કામરૂપી રાહુગ્રહથી સાચેલ! તમે નામથી તે ધન્ય એમ કહેવાઓ છે પણ ગુણથી તે અધન્ય છે તેમ જ લાગે છે. ઘણા ઘણા માણસોના નાયક થઈને તમે લોકવિરુદ્ધ આવાં વાક્યોને કેમ બોલે છે ? મંગળ ગ્રહ પણ નામથી મંગળ છે, પણ વક્રગતિમાં આવ્યો હોય તો મનુષ્યને અમંગળ કરનાર થાય છે; તેથી નામથી રાજી થવું તે નકામું છે, પણ ગુણથી રાજી થવું તે જ સાર્થક છે.” મહારાજ ! ખરેખર તમે પરસ્ત્રીસંગમના આવા અભિલાષથી વિભવ અને યશઃ કીતિથી જરૂર ભ્રષ્ટ થશે. કારણ કે સર્ષના મસ્તક ઉપરનો મણિ ગ્રહણ કરવાનો અભિલાષ કરનાર કેણ સુખી થયો છે? મારા શિયલને લોપ કરવા તો ઇંદ્ર પણ શક્તિમાન નથી. તો તમે કેણ માત્ર છે? વડવાનળ અગ્નિને બૂઝાવવા જ્યારે સમુદ્ર પણ શક્તિમાન થયો નહિ, તે પછી મોટો પર્વત શું કરી શકનાર હતો? તેથી નકામા કુવિચારો પડતા મૂકીને સુશીલપણાને - સજજનપણાને જ આચરો.” જેવી રીતે પાપ પંકને નાશ થવાથી ચેતનની અતિ વિશુદ્ધ દશા પ્રાપ્ત થતાં કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે તે સુભદ્રાનું અતિ વિશુદ્ધ ચારિત્ર દેખીને ધન્યકુમાર અંતઃકરણમાં અતિશય આનંદ પામ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust