________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજકારે ફરિયાદ : 291 નથી, દેષ માત્ર પૂર્વભવમાં પ્રમાદવશ જીવે કરેલા કર્મના ઉદયને જ છે, અને તે ઉદયને નિવારવાને તે ત્રણ જગતમાં કંઈ પણ પ્રાણ શક્તિમાન નથી. મનુષ્યોમાં જેઓ અતિ બુદ્ધિમાન અને ડાહ્યા હોય તેઓએ નવા કર્મ ન બાંધવા અને પૂર્વે બાંધેલાં કમ ઉદયમાં આવે તે સમતાપૂર્વક ભેગવીને શુભ ભાવે નિજા કરવી, બાકી તે કર્મરાજા જેમ નચાવે તેમ સંસારી જીવને નાચવું પડે છે ' આમ પરસ્પર બંને સખીઓ વાર્તાલાપ કરે છે, તેવામાં પિતાની આકૃતિને ગોપવીને ધન્યકુમાર ત્યાં આવ્યા. એટલે તરત જ બંને સખીઓ લજજા અને મર્યાદા સાચવીને 'ઊભી થઈ ગઈ અને યોગ્ય સ્થળે જરા વર ઊભી રહી. તે સમયે ધન્યકુમાર ગોભદ્ર શ્રેષ્ઠીની પુત્રી સુભદ્રા તરફ જરા કપકે આપતા હોય તેવી રીતે જોઈને બોલ્યા, “અરે! પતિ વિના તું પ્રાણ કેમ ધારણ કરી શકે છે? કારણ કે પાણી સૂકાઈ જાય ત્યારે કાળી જમીન પણ હજારો ટુકડાવાળી થઈ જાય છે.” તેણે કહ્યું, “રાજન્ ! જેવી રીતે સૂકાઈ ગયેલો પુષ્પનો ઉમખે પણ ડાળી સાથે બંધાઈ રહેલો હોય તે સ્થિર રહી શકે છે, તેવી જ રીતે આશારૂપી બંધનથી બંધાયેલ મારે આત્મા પણ મરણથી રક્ષિત રહી શક્યો છે. વળી જેવી રીતે સૂકાઈ ગયેલા કમળામાં પણ ભ્રમર ફરીથી વસંતઋતુ આવશે અને આ કમળે પલવિત થશે.” એવી આશાથી વાસ કરીને રહે છે, તેવી જ રીતે હું પણ આશાથી જીવિતવ્ય ધારણ કરીને રહી છું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust