________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજદ્વારે ફરિયાદ H 288 તેમની કીતિ હંમેશા વધવા લાગ્યાં. તે જોઈને તેમના ત્રણે મોટા બંધુઓ ઈર્ષાવડે બળવા લાગ્યા. જેની તેની પાસે તેઓ મારા પતિના અસદુ દેશે વર્ણવવા લાગ્યા. તે લેકે તે ઊલટા તેમની પાસે મારા સ્વામીના ગુણોનું વર્ણન કરીને તેમનું મોઢું બંધ ક વા લાગ્યા. આમ થવાથી તેઓ વધારે ને વધારે બળતરા કરવા લાગ્યા અને ઈર્ષ્યાથી સવિશેષ ખેદ વાળા થઈ ગયા. અનુક્રમે મારા સ્વામીને કલ્પનાથી અને ઇગિત આકારથી આ પિતાના વડિલ બંધુઓના દુર્ભાવની ખબર પડી, તેથી સજજન સ્વભાવથી તેઓ મને અને સર્વ લક્ષ્મીને ત્યજીને કેઈ દેશાંતરમાં ચાલ્યા ગયા. મારા પતિના જવા પછી તરત જ તેમની સાથે જ તેમનાં પુણ્યથી બંધાઈ રહેલી લક્ષ્મી પણ અમારા ઘેરથી ચાલી ગઈ. જ્યારે તળાવમાં પાણી ખૂટે ત્યારે તેમાં ઊગેલી કમલિની કેવી રીતે રહી શકે ? ન જ રહી શકે. પછી થોડા જ દિવસમાં ઘર બધું એવું ધન વગરનું લક્ષ્મી રહિત થઈ ગયું કે ઘરનાં મનુષ્યોને ઉદરપૂરણાર્થે અનાજ લાવવા જેટલી પણ શક્તિ રહી નહિ. આવી સ્થિતિ થવાથી અમારાં ઘરનાં માણસોને નિર્વાહ કરવા માટે મારા સસરા રાજગૃહીથી નીકળ્યા.” તે વખતે બે મારી શેષ બહેનો પણ હતી, એક રાજપુત્રી અને બીજી શ્રેષ્ઠીની પુત્રી. બહાર ગામ જતાં મારા શ્વશુરે તે બંનેને આજ્ઞા કરી કે; “તમે તમારા પિતાના ઘેર જાઓ; અમે હમણાં પરદેશ જઈએ છીએ.” આ સાંભળીને તેઓ તે તેમના પિતાના ઘેર ગઈ. સ્વામી વગર દુઃખી . કે. 19 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust