________________ 288 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 * * - સૌભાગ્યમંજરીને અતિશય આગ્રહ થવાથી સુભદ્રાએ પિતાની પૂર્વકથા કહેવા માંડી; તેણે કહ્યું “બહેન ૨ાજગૃહી નગરીમાં ગોભદ્ર શ્રેષ્ઠીને પુત્ર, કે જે સમસ્ત ભેગા ભેગવનારાઓમાં નૃપતુલ્ય છે, જેના સમાન આ ત્રણ જગતમાં કોઈ પણ બીજે ભેગી નથી, જેનાં ઘેર હંમેશા સુવર્ણ રત્નાદિકનાં આભરણે પણ ફૂલની માળાની જેમ નિર્માલ્ય કૂવામાં ફેંકી દેવામાં આવે છે, જેની વાત લોકોક્તિ દ્વારા તમારા સાંભળવામાં પણ આવી હશે તેવા ભાગ્યશાળી શાલિભદ્રની હું બહેન છું. મારી માતાનું નામ ભદ્રા અને પિતાનું નામ ગોભદ્ર શ્રેષ્ઠી છે. ગભદ્ર શ્રેષ્ઠી જે ત્રણ ભુવનમાં પુત્ર ઉપર વાત્સલ્યભાવ દર્શાવનાર કેઈ પિતા નથી. જ્યારે હું યૌવનવંતી થઈ ત્યારે મને પરણવા લાયક જાણીને તમારા જ સ્વામીના જેવી આકૃતિ, રૂપ અને લક્ષણોવાળી અને લક્ષ્મીવંત, તથા તમારા જ ભર્તારના નામવાળા, સ૬ભાગ્યની સંપદાના ધામતુલ્ય, એક વ્યવહારીના પુત્ર સાથે મારો વિવાહ કર્યો. તે પણ લક્ષ્મી સાથે વિનુની જેમ મારી સાથે પરણ્યા, પવિત્ર અને પ્રેમી પતિના સંબંધથી હું પણ શ્વશુરગૃહમાં ઉત્તમ ભેગોને ભગવતી રહેવા લાગી. હું બહુ પુણ્યના ઉદયથી જતો કાળ પણ જાણતી નહોતી.' બહેન! તમારી પાસે તે સુખનું હું શું વર્ણન કરું? જેણે દેખ્યું અને અનુભવ્યું છે તે જ તે સુખ જાણી શકે તેમ છે. પોતે અનુભવેલું પોતાના મુખે વર્ણવવું તે અનુચિત છે. આમ કેટલોક કાળ ગ. મારા પતિનું રાજ્યમાન, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust