________________ 286 : કથારત્ન મંજાષા : ભાગ-૧ 0 0 0 0 0 0. પણ લાવશે.” સાંભળતા સવને ખેદ ઊપજે તેવા વચનને તે બોલવા લાગી. આ સાંભળી ધનસારે કહ્યું; " સુભદ્રા ! તમે જ છીએ લેવા જાઓ. આ બધી વહુઓ સાચું કહેતાં પણ ઇષોથી બળે છે, પરંતુ તમે તે તમારા મનમાં શાંતિ રાખીને સુખેથી જાઓ, અને છાશ લઈ આવે. જે સહુ સરખા થાય તો ધન નિર્વાહ ચાલે નહિ.” સસરાજીના આ આદેશન બહુમાનપૂર્વક માથે ચઢાવીને સુભદ્રા છાશ લેવા ગઈ. તેને આવતી દેખીને સૌભાગ્યમંજરીએ પહેલેથી જ તેને બોલાવી અને કહ્યું, “બહેન ! આવ, આવ, તું ભલે આવી !' આ પ્રમાણે શિષ્ટાચારપૂર્વક પરસ્પર કુશળ સમાચાર પૂછાન દહી ખાંડ વગેરે વસ્તુઓ તથા છાશ આપીને તેને વિદાય કરી. સુભદ્રા પણ તે સર્વ વસ્તુઓને લઈને પોતાના આવાસે ગઈ. તે આવી એટલે ફરીથી પણ વૃદ્ધે તેનાં વખાણ કર્યા, તે સાંભળીને ત્રણે જેઠાણીએ ઈર્ષ્યાગ્નિથી વિશેષ બળવા - લાગી. આમ હંમેશાં સુભદ્રા જ છાશ લેવા જવા લાગી. બીજી કોઈ જતી નથી. દાવાનળથી બનેલી આંબાના વૃક્ષની શાખા જેવી શૈભારહિત સુભદ્રાને છાશ લેવાને માટે આવતી જોઈને વિચારવા લાગી કે; “આ મજુર સ્ત્રી કેાઈ પણ ઉત્તમ કુળમાં જન્મી હોય - વગેરેથી તેનું કુલીનપણું અને સુખીપણું સ્પષ્ટ દેખાય છે. પરંતુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust