________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજકારે ફરિયાદ : 285 છે, તે સાંભળીને ઈર્ષાપૂર્વક મોટી વહુઓ બોલવા લાગી. કે, “આ જર્જરિત ડોસાએ તે અમારી પાસે હંમેશા અમારા દિયરનાં વખાણ કરી કરીને સર્વના નેહમાં ભંગ પડાવ્યા અને તેની પાસે ઘર ત્યજાવ્યું, તે તે નાસીને કોઈ દેશાંતરમાં ચાલ્યા ગયા છે, અને તેમના સમાચાર પણ કાંઈ મળતા નથી, હવે આ નાની વહુની પાછળ લાગ્યા છે, તેથી તે ડેસ શું કરશે તેની ખબર પડતી નથી.” આ સાંભળી તેમાંથી એક બેલી “અરે! આપણું સાસરા તો આ હાની વહુ સુભદ્રાને ભાગ્યશાળી કહીને જ વારંવાર બોલાવે છે, પણ તેનું ભાગ્યશાળીપણું કેવું છે તે સાંભળો ! હંમેશાં સવારે ઊઠીને તરત જ તે ગધેડીની જેમ માટી. વહે છે. સૂર્યાસ્ત સુધી મજૂરી કરીને પિટ ભરે છે, અને રાત્રે પતિના વિગથી થયેલા દુઃખથી પીડાતી પીડાતી ભૂમિ ઉપર સૂઈ રહે છે. અહો ! તેનું આ ભાગ્યશાળીપણું! આવું ભાગ્યશાળીપણું તો શત્રુને પણ હશે નહિ!” આ પ્રમાણે પરસ્પર વિવાદ કરતી અને સુભદ્રાની. ઈર્ષ્યા કરતી તે ત્રણે જેઠાણુઓ હદયમાં મત્સરભાવને ધરવા. લાગી. એક દિવસે સવારે છાશ લાવવા માટે ધનસાર શ્રેષ્ઠીએ મેટી વહુને કહ્યું કે, " રાજમંદિરે જઈને છાશ લઈ આવો ! ત્યારે તેણે જવાબ આપ્યો; “હું કાંઈ છાશ લેવા જવાની નથી. ગઈ કાલે તમે અમને ત્રણેને નિભંગી કહીને સ્થાપેલી. છે. તેથી હવે તમારી ડાહી અને ભાગ્યશાળી વહુને જ છાશ. લેવા મોકલે ! તે છાશ લેવા જશે તે દહીં દૂધ, વગેરે. P.P. Ac. Gunratnasuri M.S. Juni Gun Aaradhak Trust