________________ 0 0 0 0 0 0 શતાનિકના રાજકારે ફરિયાદ H 283 પ્રસંગે માનને ધિક્કારના પાત્ર ગણાય છે. તે આ પ્રમાણે, દરિદ્રતા, મૂર્ખતા, પરાવલંબી આજીવિકા અને ક્ષુધાથી પટનું દુબળ થવાપણું એ ચાર ધિક્કારનાં કારણે છે. જે કઈ અતિ સ્વચ્છ અંત:કરણવાળો મહાપુરુષ હોય તે પણ સુધાથી દુર્બળ થાય છે, ત્યારે બીજાનું આધીનપણું શોધે છે. ત્યાર પછી ધન્યકુમાર સર્વ મજૂરોને અને પિતા, બંધુ વગેરેને સવિશેષ સત્કારીને દેવના નિર્દયપણને અત:કરણમાં નિંદતા પિતાના આવાસે આવ્યા. તેમના ગયા પછી બધા મજુરો ધનસારને કહેવા લાગ્યા કે; અહે! તમારા સાંનિધ્યથી. અમે પણ બહુ સુખી થયા છીએ. કહ્યું છે કે, “સારા માણસને પરચય લાભદાયી બને છે.” બીજા દિવસથી ધનસારની આજ્ઞાથી પુત્રવધૂઓ વારાફરતી જળ લેવાને વાદળીઓ જેવી રીતે સમુદ્ર પાસે જાય તેમ છાશ લેવાને માટે ધન્યકુમારનાં ઘેર જવા લાગી. ધન્ય કુમારની આજ્ઞાથી તેમના પત્ની સૌભાગ્યમંજરી તેમને હું મેશાં છાશ આપતી હતી. ભરથારને વશ થયેલ સ્ત્રીનું તે જ કર્તવ્ય છે. એકદા ધન્યકુમારે સૌભાગ્યમંજરીને કહ્યું “હે પ્રિયે! ત્રણે વહુઓને તારે સજજનનાં અંતઃકરણની જેવી સ્વચ્છ, નિર્મળ છાશ દેવી, બહુ જાડી આપવી નહિ, પણ જે દિવસે. નાની વહુ છાશ લેવા આવે, તે દિવસે તેને જાડી છાશ તથા દૂધ આપવું, વળી મધુર વચનેવડે તેની સાથે પ્રીતિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust