________________ 17 : શતાનિકના રાજદ્વારે ફરિયાદ એક દિવસે ધન્યકમારે વૃદ્ધને કહ્યું કે; “હવે ઉનાળાના ઋતુ આવે છે, તમારી ઉંમર વૃદ્ધ થઈ છે, દિવસ પૂર્ણ થતા ચક્રવાક પક્ષીની જેમ છાશના અભાવથી તમને રાત્રીઅંધપણું પ્રાપ્ત થશે.” તે સાંભળી ધનસાર શ્રેષ્ઠી બેથી ‘હું પણ તે વાત જાણું છું; પરંતુ અમારી પાસે ગાય . વગેરે ઢોર નથી, તેથી અમને છાશ કેવી રીતે મળે ? ગાય વગેરેનું રક્ષણ કરવામાં ખર્ચ પણ બહુ થાય છે, તેથી નિર્ધનને મનોરથ તે અંતરમાં જ સમાઈ જાય છે.” ધન્યકુમારે કહ્યું : “આવું દીન વચન તમારે બોલવું નહિ. મારે ઘેર ગાય વગેરે ઢોરનું મોટું શું છે અને દૂધ વગેરે પુષ્કળ થાય છે, તેથી છાશ પણ ઘણી થાય છે, માટે છે વૃદ્ધ! તમારે હંમેશાં મારા ઘેરથી છાશ મંગાવવી. મોટા માણસોને પણ છાશ લેવા જવામાં લઘુતા દેખાતી નથી, તેમ લોકમાં પણ કહેવત છે. તેથી હંમેશાં તમારી પુત્રવધૂઓને મારે ઘેર છાશ લેવાને માટે મોકલજે. મારા ઘરને તમારું ઘર છે, તેમજ ગણજો. કાંઈ પણ અંતર ગણશો નહિ.” આ સાંભળીને મોટી કૃપા થઈ તેમ કહી ધનસારુ પોતાના પુત્ર પણ અત્યારે સ્વામી એવા ધન્યકુમારને ખુશ કરનારાં મીઠાં વચનોને બોલવા લાગ્યા. સંસારમાં ચાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust