________________ 290 : કથાને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 સ્થિતિવાળા ઘરમાં કોણ રહે?” ત્યાર પછી મારા સસરાએ મને પણ આજ્ઞા કરી કે “તું પણ તારા પિતાના ઘેર જા” મે કહ્યું કે, “હું મારા પિતાનાં ઘેર જઈશ નહિ; કેમકે પિયરમાં ક્ષણે ક્ષણે થતી શ્વશૂ૨ કુટુંબની નિંદા સાંભળવાને હું સમર્થ નથી. તેથી સુખમાં અથવા તે દુઃખમાં જેવી તમારી ગતિ તેવી જ મારી પણ ગતિ થશે.” આ પ્રમાણેના મારાં વચનોને સાંભળીને આદરપૂર્વક મને સાથે રાખીને આખા કુટુંબ સહિત મારા સસરા રાજગૃહીથી નીકળ્યા. ઘણા ગામ, પૂર નગરમાં રખડતાં છેવટે અમે અહિં આવ્યા. અહિં તમારા સ્વામી તળાવ ખોદાવવાનું કામ કરાવે છે, તેવી વાત સાંભળીને અમારો ઉદરનિર્વાહ કરવા માટે અમે બધા તે કામ કરવા રહ્યા. હવે અમે તળાવ ખાદીએ છીએ ને આજીવિકા ચલાવીએ છીએ.” “હે સખી ! નિર્ધન મનુષ્યને પેટ ભરવા માટે શું શું કાર્યો કરવાં પડતાં નથી? કહ્યું છે કે, ગાંડા થઈ ગયેલા પુરુષ શું શું બોલતા નથી. અને નિર્ધન મનુષ્ય શું શું કરતાં નથી? સાતે ભયમાં આજીવિકા ભય સર્વથી મેટો અને દસ્તર છે. સત્ય કહ્યું છે કે, જીવતા પ્રાણીઓમાં તા. રાહુજ એક શ્રેષ્ઠ છે, કે જેને મુશ્કેલીથી પૂરી શકાય તેવું ધિકારવા લાયક પેટ નથી. મુશ્કેલીથી પૂરી શકાય તેવા આ ઉદરને માટે માણસે કાને કેને પ્રાર્થના કરતાં નથી ? કેની કોની પાસે માથું નમાવતા નથી? શું શું કરતાં નથી અને શું શું કરાવતાં નથી ! આમાં કેઈનો પણ દોષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust